શોધખોળ કરો
Railway Jobs 2023: રેલ્વેમાં આવી રહી છે બમ્પર ભરતી, કેન્દ્રીય મંત્રીએ રાજ્યસભામાં આપી જાણકારી, જાણો કેવી રીતે કરશો અરજી
Railway Recruitment 2023: ટૂંકમાં જ રેલ્વેમાં બમ્પર ભરતી થવા જઈ રહી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે રેલ્વેના તમામ ઝોનમાં ગ્રુપ સીની 2,48,895 જગ્યાઓ ખાલી છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

Railway Recruitment 2023: રેલ્વેએ તાજેતરમાં કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરની 9739 જગ્યાઓ, આસિસ્ટન્ટ લોકો પાઈલટ અને ટેકનિશિયન ગ્રેડની 27019 જગ્યાઓ, ગ્રુપ ડીની 62907 જગ્યાઓ, આરપીએફમાં 9500 પોસ્ટ અને રેલ્વે પોલીસમાં 798 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ની છે. એવા સમાચાર છે કે રેલવે ટૂંક સમયમાં બમ્પર ભરતી જાહેર કરવા જઈ રહી છે. આ ભરતીઓ ભારતીય રેલ્વેના વિવિધ ઝોન અને વિભાગોમાં થવાની છે.
2/5

જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય રેલ્વે ટૂંક સમયમાં 2,48,895 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવા જઈ રહ્યું છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ખુદ રાજ્યસભામાં આ માહિતી આપી છે. જો અહેવાલોનું માનીએ તો આ ભરતી અભિયાન દ્વારા આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર, ટિકિટ કલેક્ટર, નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી અને સિક્યુરિટી સ્ટાફની લાખો જગ્યાઓ ભરવામાં આવશે.
Published at : 18 Jan 2024 06:21 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
બિઝનેસ





















