શોધખોળ કરો
RRB JE Recruitment 2024: એન્જિનિયરિંગ કરનારાઓ માટે શાનદાર તક, ભારતીય રેલવે આપશે 7934 પદો પર નોકરી
RRB Mumbai JE Recruitment 2024 Short Notice Out: રેલવે ભરતી બોર્ડ, મુંબઈએ જૂનિયર એન્જિનિયરની 7 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી માટે શોર્ટ નોટિસ જાહેર કરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

RRB Mumbai JE Recruitment 2024 Short Notice Out: રેલવે ભરતી બોર્ડ, મુંબઈએ જૂનિયર એન્જિનિયરની 7 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી માટે શોર્ટ નોટિસ જાહેર કરી છે. આ સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ નોટિસ 7934 પોસ્ટ માટે જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત વિવિધ વિભાગોમાં JEની જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત 27મી જુલાઈથી 2જી ઓગસ્ટ દરમિયાન રોજગાર અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. અરજીઓ હજુ શરૂ થઈ નથી.
2/6

રેલવે ભરતી બોર્ડ તરફથી JE પોસ્ટ્સ માટે માત્ર શોર્ટ નોટિસ જાહેર કરાઇ છે. અરજીઓ 30મી જુલાઈ 2024થી શરૂ થશે અને આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29મી ઑગસ્ટ 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ અને એપ્લિકેશન લિંક એક્ટિવ થાય કે તરત જ અરજી કરવી જોઈએ. ફી જમા કરાવવાની છેલ્લી તારીખ પણ 29મી ઓગસ્ટ છે.
Published at : 23 Jul 2024 09:58 AM (IST)
આગળ જુઓ





















