શોધખોળ કરો
Board Exam બાદ સ્ટ્રેસને આ રીતે કરો હેન્ડલ, રિઝલ્ટની ચિંતાથી ખુદને આ રીતે રાખો મુક્ત
બોર્ડની પરીક્ષા પૂરી થતાં જ કેટલાક બાળકો પરિણામની ચિંતા કરવા લાગે છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ પરિણામની તારીખ નજીક આવતાં ડર અનુભવે છે, તો કેટલાક અગાઉથી જ નર્વસ થવા લાગે છે.
આવો જાણીએ બોર્ડની રિઝલ્ટની ચિંતાથી બચવાના ઉપાયો
1/7

બોર્ડ પરીક્ષા પૂરી થય બાદ થોડા દિવસો માટે સંપૂર્ણપણે તણાવમુક્ત રહો. કેટલાક વિદ્યાર્થીઓને પેપર સાથે બેસીને વારંવાર માર્કસ કાઢવાની આદત હોય છે, આ ટેવ ટાળો. તમારે જે કરવાનું હતું તે થઈ ગયું છે. હવે ફરીથી અને ફરીથી ગુણ ગણવાથી કોઈ ફાયદો થશે નહીં. તેનાથી તમારો તણાવ જ વધશે. તમારા માર્કસ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે, માત્ર ગણતરી અહીં મદદ કરશે નહીં.
2/7

જે થવાનું હતું તે થઈ ગયું. પરીક્ષા આપ્યા પછી, તમને પરિણામ કેવું આવશે તેનો સ્થૂળ ખ્યાલ આવે છે. જો તે યોગ્ય ન હોય તો તેના વિશે રડતા બેસો નહીં. આ ગેપ ભરવા માટે શું કરી શકાય તે વિશે વિચારો.
Published at : 24 Feb 2024 06:33 AM (IST)
આગળ જુઓ





















