શોધખોળ કરો
Lok Sabha Elections: સ્મૃતિ ઈરાની સહિત મોદી સરકારના આ મંત્રીઓની થઈ કારમી હાર,જુઓ લીસ્ટ
Lok Sabha Elections Result 2024: ભાજપના કેટલાક મંત્રીની હાર થઈ થે. જેમાં, સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર, અજય મિશ્રા ટેની અને અર્જુન મુંડાનો સમાવેશ થાય છે.

સ્મૃતિ ઈરાની (ફાઈલ તસવીર)
1/6

કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેની, જેમના પુત્રની ઓક્ટોબર 2021 માં લખીમપુર ખેરી હિંસા સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. અજય મિશ્રા ટેનીને સમાજવાદી પાર્ટીના ઉત્કર્ષ શર્માએ હરાવ્યા છે. સપાએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડી હતી.
2/6

કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષ સરકાર પણ ચૂંટણી હારી ગયા છે. તેમણે પશ્ચિમ બંગાળની બાંકુરા બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ TMCના અરૂપ ચક્રવર્તીએ તેમને હરાવ્યા હતા. ચક્રવર્તી 32,778 મતોના માર્જિનથી જીત્યા.
3/6

મોદી કેબિનેટમાં રાજ્ય મંત્રી નિરંજન જ્યોતિ યુપીની ફતેહપુર લોકસભા સીટ પરથી હારી ગયા છે. સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવાર નરેશચંદ્ર ઉત્તમ પટેલ 34,000 મતોની સરસાઈથી જીત્યા.
4/6

ઝારખંડના ખુંટી લોકસભા મતવિસ્તારમાં, કેન્દ્રીય આદિજાતિ બાબતોના પ્રધાન અને વર્તમાન સાંસદ અર્જુન મુંડાને કોંગ્રેસના ઉમેદવાર કાલીચરણ મુંડાએ હરાવ્યા છે.
5/6

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર કેરળની તિરુવનંતપુરમ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમને કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન સાંસદ શશિ થરૂરે હરાવ્યા છે.
6/6

યુપીની અમેઠી લોકસભા સીટ પરથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈરાનીની ગણતરી મોદી સરકારના મોટા મંત્રીઓમાં થાય છે. છેલ્લી લોકસભા ચૂંટણી 2019માં ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવીને હેડલાઈન્સ બનાવી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસે અગાઉની ઘટનાનો બદલો પૂર્ણ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલે ઈરાનીને 1,62,951 મતોના માર્જિનથી હરાવ્યા હતા.
Published at : 04 Jun 2024 08:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
