શોધખોળ કરો
BJP ના આગલા અધ્યક્ષ કોણ ? આ 2 નેતાઓનું કપાઇ ગયું પત્તુ, હવે આ 4 લોકો પર તમામની નજર....
આવી સ્થિતિમાં રાજકીય ગલીઓમાં સૌથી મોટો સવાલ એ છે કે નડ્ડાના સ્થાને પ્રમુખ કોણ બનશે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

BJP New President: જેપી નડ્ડાનો કાર્યકાળ જૂનમાં જ પૂરો થઈ રહ્યો છે. તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ તેમને મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ભાજપને નવા રાષ્ટ્રીય પ્રમુખ મળશે તે નક્કી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વખત એનડીએ સરકાર બની છે. આ વખતે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. નડ્ડાની કેબિનેટમાં વાપસી બાદ ભાજપની નેતાગીરીમાં ફેરફારની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
2/8

આવી સ્થિતિમાં રાજકીય ગલીઓમાં સૌથી મોટો સવાલ એ છે કે નડ્ડાના સ્થાને પ્રમુખ કોણ બનશે. આ રેસમાં બે નામ મોખરે હતા. પહેલા ધર્મેન્દ્ર પ્રધાન અને બીજા શિવરાજ સિંહ ચૌહાણનું નામ મોખરે હતો, પરંતુ આ બંનેને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આવી સ્થિતિમાં હવે આ બંને નેતાઓ પ્રમુખ પદ ગુમાવતા હોય તેમ લાગી રહ્યું છે.
Published at : 12 Jun 2024 01:53 PM (IST)
આગળ જુઓ





















