શોધખોળ કરો
Haryana: મોદી સરકારમાં મનોહરલાલ પહેલીવાર તો રાવ ઇન્દ્રજીતસિંહ-કૃષ્ણપાલ ગુર્જર ત્રીજીવાર બન્યા મંત્રી
મનોહરલાલ ખટ્ટર કરનાલથી, રાવ ઈન્દ્રજીતસિંહ ગુરુગ્રામથી અને કૃષ્ણપાલ ગુર્જર ફરીદાબાદથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે

(તસવીર- એબીપી લાઇવ)
1/7

Haryana Politics: નરેન્દ્ર મોદીએ ત્રીજીવખત પીએમ પદના શપથ લીધા છે. હરિયાણાના 3 સાંસદોને મોદી સરકાર 3.0માં સ્થાન મળ્યું છે. જેમાં મનોહરલાલ, રાવ ઈન્દ્રજીતસિંહ અને કૃષ્ણપાલ ગુર્જરના નામ સામેલ છે. મોદી કેબિનેટમાં મનોહરલાલ ખટ્ટરને પહેલીવાર, રાવ ઈન્દ્રજીતસિંહ અને કૃષ્ણપાલ ગુર્જરને ત્રીજી વખત પદ મળ્યું છે. મનોહરલાલ ખટ્ટર કરનાલથી, રાવ ઈન્દ્રજીતસિંહ ગુરુગ્રામથી અને કૃષ્ણપાલ ગુર્જર ફરીદાબાદથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે.
2/7

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે વર્ષ 2024માં પોતાના મંત્રીઓ સાથે રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ સરકારનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે બાદ તેમને કરનાલ લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી હતી.
3/7

મનોહરલાલ ખટ્ટરે કરનાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિવ્યાંશુ બુધિરાજાને હરાવીને 2 લાખ 32 હજાર 577 મતોથી જીત મેળવી હતી. હવે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ખટ્ટરને મંત્રી બનાવવામાં આવ્યા છે.
4/7

ગુરુગ્રામ લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતનાર રાવ ઈન્દ્રજીતસિંહને ફરી મોદી સરકાર 3.0માં મંત્રી પદ મળ્યું છે. આ વખતે તેણે જીતની હેટ્રિક ફટકારી અને કુલ છ વખત જીત મેળવનાર રાજ્યનો પ્રથમ નેતા બન્યા હતા.
5/7

આ સાથે રાવ ઈન્દ્રજીતસિંહ સાંસદ બન્યા છે જે સતત પાંચમી વખત મંત્રી બન્યા છે. મોદી સરકાર પહેલા તેઓ સતત બે ટર્મ કોંગ્રેસ સરકારમાં મંત્રી બન્યા હતા. હવે તેમને મોદી કેબિનેટ 3.0માં પણ સ્થાન મળ્યું છે.
6/7

હરિયાણાની ફરીદાબાદ લોકસભા સીટથી ભાજપના સાંસદ કૃષ્ણપાલ ગુર્જરને ત્રીજી વખત રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ હરિયાણાની ફરીદાબાદ લોકસભા સીટ પરથી કૃષ્ણપાલ ગુર્જર 1 લાખ 72 હજાર 914 મતોથી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના મહેન્દ્ર પ્રતાપ સિંહને હરાવ્યા હતા.
7/7

આ ચૂંટણીમાં કૃષ્ણપાલ ગુર્જરને કુલ 7 લાખ 88 હજાર 569 વોટ મળ્યા, જ્યારે મહેન્દ્ર પ્રતાપસિંહને કુલ 6 લાખ 15 હજાર 655 વોટ મળ્યા. તમને જણાવી દઈએ કે કૃષ્ણપાલ ગુર્જર 2014ની લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
Published at : 10 Jun 2024 12:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
