શોધખોળ કરો
ઇકો-ફ્રેન્ડલી ઘરમાં રહે છે હૉટ અભિનેત્રી Dia Mirza, દરેક જગ્યાએ છે છોડવા વાવેલા, ઘરની Inside Pics જોઇને ચોંકી જશો.....
Dia_Mirza_
1/11

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝા એક હીરોઇનની હોવાની સાથે સાથે મૉડલ, પૂર્વ મિસ એશિયા પેસિફિક, નિર્માતા અને એક્ટિવિસ્ટ પણ છે. દિયા ખુદ જેટલી સુંદર છે તેનુ ઘર પણ એટલું જ સુંદર છે. જેને તેને ખુદ બહુ પ્રેમથી સજાવ્યુ છે. તમે પણ જુઓ ઘરની અંદરની સુંદર અને અનદેખી તસવીરો.......
2/11

દિયાએ પોતાનુ ઘર ઇકો-ફ્રેન્ડલી બનાવ્યુ છે. તેના ઘરમાં તમને ઘણા બધા છોડવા અને ઝાડવા જોવા મળશે. જે ઘરને તાજગી આપે છે.
3/11

દિયાએ ઘરના દરેક રૂમને હર્યાભર્યા છોડવાથી સજાવ્યુ છે, જે તેનો પ્રકૃત્તિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. તેના ઘરની બહાર એક મોટો બગીચો પણ બનાવેલો છે.
4/11

દિયાના ઘરમાં તડકો પુરેપુરો આવે તે માટે મોટી મોટી બારી લગાવેલી છે, જે ઘરમાં ચારેય બાજુ પ્રકાશ ફેલાવે છે.
5/11

દિયાએ પુસ્તકો વાંચવાનો ખુબ શોખ છે. તેના ઘરમાં બહુ મોટી લાયબ્રેરી છે. તે એરિયામાં પણ કેટલાય છોડવા વાવેલા છે.
6/11

બારીની પાસે બેસવા માટે એક વ્હાઇટ સોફા ગોઠવેલો છે જેના પર મલ્ટીકલરના કુશન રાખેલા છે.
7/11

ઘરના લિવિંગ એરિયામાં બહુજ સુંદર ફર્નિચરનો યૂઝ કરવામાં આવ્યો છે. ઘરના લિવિંગ રૂમને આ રીતે સજાવવામાં આવ્યો છે કે, અહીં બેસનારા દરેક શખ્સને શાંતિ મળી શકે. આમાં વાયફ્રન્ટ કુશન લગાવેલા છે, અને વુડન ફ્લૉરિંગ કરવામાં આવ્યુ છે. જે ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું છે.
8/11

ઘરના એક ખુણામાં બારીની પાસે બ્રાઉન કલરની લાઉંજ ચેર રાખવામાં આવી છે, જે ખુબ સ્ટાઇલિશ લાગી રહી છે.
9/11

ઘરની દિવાલો પર ઇંટોની ડિઝાઇન બનાવવામાં આવી છે, જ્યાં દિયા હંમેશા ફોટો સેશન કરતી દેખાય છે.
10/11

દિયાના કિચરમાં સફેદ ટાઇલ વાળી દિવાલો અને લાકડાની છાજલીઓ બનાવેલી છે.
11/11

ડાયનિંગ એરિયામાં એક લાંબુ બ્રાઉન કલરનુ ટેબલ લગાવેલુ છે, જેમાં એકબાજુ સોફા છે, અને બીજી બાજુ ચેર છે, જે કિચનની બિલકુલ પાસે છે.
Published at : 24 Jun 2021 11:05 AM (IST)
આગળ જુઓ
Advertisement





















