શોધખોળ કરો
Aishwarya Aaradhya Pics: ઐશ્વર્યાને જીવથી પણ વ્હાલી છે આરાધ્યા, જોરદાર છે માં દીકરીનું બોન્ડિંગ
ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યાને એક રાજકુમારીની જેમ રાખે છે. માં દીકરી વચ્ચેનું બોન્ડિંગ સૌ કોઈનું દિલ જીતી લે છે.
ફાઈલ ફોટો
1/5

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી મા-દીકરીની જોડી છે. જે પોતાના સુંદર સંબંધોના કારણે ચર્ચામાં રહે છે. આ યાદીમાં સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પ્રિય પુત્રી આરાધ્યા બચ્ચનનું નામ પણ સામેલ છે. અભિનેત્રી દરેક ખાસ અવસર પર પોતાની લાડલીનો હાથ પકડતી જોવા મળે છે. આવી સ્થિતિમાં આરાધ્યાના 11માં જન્મદિવસના અવસર પર અમે તમને માતા અને પુત્રીની કેટલીક સુંદર તસવીરો બતાવી રહ્યા છીએ.
2/5

એશે પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'આરાધ્યામાં હું મારું પોતાનું બાળપણ જોઈ શકું છું. હું તેને મૂકવા અને તેને લેવા માટે દરરોજ શાળાએ જાઉં છું. મને આરાધ્યાના બધા જ કામ કરવા ગમે છે. અમે બન્ને સાથે ખુબ જ સુંદર સમય પસાર કરીએ છીએ. હું હંમેશા તેને સપોર્ટ કરીશ.
3/5

ઐશ્વર્યા આરાધ્યાને દરેક ઈવેન્ટ અને રેડ કાર્પેટમાં પોતાની સાથે લઈ જાય છે અને અહીં પણ તેનું ખૂબ ધ્યાન રાખે છે.
4/5

ઐશ્વર્યા રાય બચ્ચને તેના ઇન્ટરવ્યુમાં ઘણી વખત કહ્યું છે કે તેની દીકરી આરાધ્યા તેની પ્રથમ પ્રાથમિકતા છે.
5/5

આરાધ્યાના જન્મ પછી ઐશ્વર્યાએ પોતાની જાતને ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર કરી લીધી હતી. તે બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળી છે. તે ઘરે રહેવાનું વધુ પસંદ કરે છે અને મોટાભાગનો સમય તેની લાડલીની સંભાળ રાખવામાં વિતાવે છે.
Published at : 16 Nov 2022 12:23 PM (IST)
આગળ જુઓ





















