મુંબઇઃ બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામેલ ના થઇ હોય, પરંતુ કોઇ હીરોઇનથી કમ નથી. તે ફિટનેસ અને બૉલ્ડનેસના મામલે મોટી મોટી હીરોઇનોનો પણ ટક્કર આપી રહી છે.
2/7
મીરા કપૂરે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે બેકલેસ આઉટફિટમાં એકદમ હૉટ દેખાઇ રહી છે. તમે તસવીરોમાં જોઇ શકો છો કે પીળા રંગના ડ્રેસમાં મીરા કપૂર પોતાની બેક ફ્લૉન્ટ કરી રહી છે.
3/7
મીરા કપૂર આજકાલ ઇટાલીમાં ચીલ કરી રહી છે, ત્યાંથી તે પોતાની હૉટ તસવીરો સતત ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે.
4/7
આ પહેલા મીરા કપૂરે પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે ઓરેન્જ કલરના શર્ટની સાથે બ્લેક બ્રાલેટ અને સફેદ શૉર્ટ્સમાં એકદમ કૂલ લાગી રહી હતી.
5/7
મીરા કપૂરની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ આઉટફિટની સાથે મીરા કપૂર બ્લેક સન ગ્લાસીસ પહેર્યા છે, અને હાથમાં હેટ પકડી રાખી છે, જે તેના લૂકને વધુ કૂલ બનાવી રહી છે.
6/7
આમ તો મીરાની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થવી કોઇ નવી વાત નથી, મીરા કપૂર હંમેશા પોતાના ફોટો અને વીડિયોના કારણે ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે.
7/7
મીરા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર 3.7 મિલિયન લોકો ફૉલો કરે છે, મીરા કપૂર હંમેશા પોતાના ફેન્સની સાથે સ્કીન કેર ટિપ્સ અને હેલ્થ ટિપ્સ શેર કરતી રહે છે.