એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 800 કરોડનો બિઝનેસ કર્યો છે. 'RRR' પહેલા પણ કેટલીક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. અમે તમને જણાવીએ કે તે કઈ ફિલ્મો છે.
2/7
સલમાન ખાનની હિટ ફિલ્મોમાં સૌથી ઉપર રહેતી ફિલ્મ સુલતાને પણ બમ્પર કમાણી કરી હતી. સુલતાન ફિલ્મે વર્લ્ડ વાઈડ 623 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો.
3/7
રાજકુમાર હિરાનીએ બનાવેલી સંજય દત્તની બાયોપિક 'સંજૂ'એ ગ્લોબલી 587 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મમાં રણબીર કપૂર, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, મનીષા કોઈરાલા અને વિક્કી કૌશલે લીડ રોલ કર્યો હતો.
4/7
એક રિપોર્ટ અનુસાર આમિર ખાનની બીજી ફિલ્મ સીક્રેટ સુપરસ્ટારે દુનિયાભરમાં કુલ 977 કરોડનો બિઝનેસ કર્યો હતો.
5/7
રાજામૌલીની સુપરહિટ ફિલ્મ બાહુબલીના બંને ભાગની કુલ કમાણી ગણીએ તો દુનિયાભરમાં કુલ 1810 કરોડનો બિઝનેસ કર્યો હતો.
6/7
વર્ષ 2016માં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ દંગલે વર્લ્ડ વાઈડ 2 હજાર કરોડનું કલેક્શન કર્યું હતું.
7/7
દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરની ફિલ્મ પદ્માવતે વર્લ્ડ વાઈડ 571 કરોડની કમાણી કરી હતી.