શોધખોળ કરો
જિમમાં મુલાકાત, 7 વર્ષ સુધી અફેર છુપાવ્યું...હવે ડ્રીમ બોય સાથે લગ્ન કરવા જઈ રહી છે ટીવીની 'પાર્વતી'
જિમમાં મુલાકાત, 7 વર્ષ સુધી અફેર છુપાવ્યું...હવે ડ્રીમ બોય સાથે લગ્ન કરવા જઈ રહી છે ટીવીની 'પાર્વતી'

ટીવી એક્ટ્રેસ સોનારિકા
1/8

સોનારિકાએ વર્ષ 2011માં શો તુમ દેના સાથ મેરાથી અભિનયની શરૂઆત કરી હતી. આ સિવાય તે 'દાસ્તાન-એ-મોહબ્બત'માં પણ જોવા મળી હતી.
2/8

તેની લવ સ્ટોરીની વાત કરીએ તો સોનારિકા અને વિકાસ જીમમાં મળ્યા હતા. વિકાસ સોનારિકાના ભાઈનો મિત્ર હતો.
3/8

સોનારિકાએ વર્ષ 2015માં તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું અને ઘણી ફિલ્મોનો હિસ્સો હતી. આ સિવાય તે હિન્દી ફિલ્મ 'સાંસે'માં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી.
4/8

હવે સોનારિકા તેના મંગેતર વિકાસ પરાશર સાથે લગ્ન કરવા જઈ રહી છે. અભિનેત્રી 24 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે.
5/8

અભિનેત્રીના ભાવિ પતિ વિકાસ પરાશર વિશે વાત કરીએ તો તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. સોનારિકા લાંબા સમયથી વિકાસને ડેટ કરી રહી હતી, ત્યારબાદ તેણે ડિસેમ્બર 2022માં તેની સાથે સગાઈ કરી લીધી હતી.
6/8

સોનારિકા અને વિકાસ જીમમાં મિત્રો બન્યા અને બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. જોકે, આ કપલે 7 વર્ષ સુધી પોતાના સંબંધોને બધાની નજરથી છુપાવીને રાખ્યા હતા.
7/8

હવે આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે અને તેમના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં તેણે માતા કી ચૌકીનું આયોજન કર્યું હતું, જેની તસવીરો પણ સામે આવી છે.
8/8

(તમામ તસવીરો સોનારિકા ઈન્સ્ટાગ્રામ)
Published at : 04 Feb 2024 03:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
