શોધખોળ કરો
Diwali 2023: સારા અલી ખાનની દિવાળી પાર્ટીમાં પહોંચ્યો એક્સ બોયફ્રેન્ડ Kartik Aaryan, યલો કુર્તામાં લાગ્યો હેન્ડસમ
Diwali 2023: આ દિવસોમાં બોલિવૂડમાં દિવાળીની પાર્ટી પૂરજોશમાં છે. સારા અલી ખાને પણ પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું.એક્સ-બોયફ્રેન્ડ કાર્તિક આર્યન પણ સારાની દિવાળી પાર્ટીમાં સામેલ થયો હતો.

કાર્તિક આર્યન
1/8

Diwali 2023: આ દિવસોમાં બોલિવૂડમાં દિવાળીની પાર્ટી પૂરજોશમાં છે. ગુરુવારે સારા અલી ખાને પણ પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. એક્સ-બોયફ્રેન્ડ કાર્તિક આર્યન પણ સારાની દિવાળી પાર્ટીમાં સામેલ થયો હતો.
2/8

ગઈકાલે સારા અલી ખાનના ઘરે આયોજિત દિવાળી પાર્ટીમાં તમામ સ્ટાર્સનો મેળાવડો હતો. કાર્તિક આર્યન પણ આ દિવાળી પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યો હતો.
3/8

સારા અલી ખાનનો એક્સ બોયફ્રેન્ડ કાર્તિક દિવાળી પાર્ટીમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
4/8

કાર્તિકે પીળા કુર્તા સાથે સફેદ પાયજામા પહેર્યો હતો. આ લુકમાં શહેજાદા એક્ટર ખૂબ જ હેન્ડસમ લાગતો હતો.
5/8

કાર્તિકે કેમેરા સામે ઘણા પોઝ પણ આપ્યા અને ઘણી તસવીરો ક્લિક કરી જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
6/8

સારા તાજેતરમાં કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણની સીઝન 8 માં અનન્યા પાંડે સાથે જોવા મળી હતી. આ દરમિયાન સારાએ કાર્તિક સાથેના બ્રેકઅપની પુષ્ટી કરી હતી. આ એપિસોડના ટેલિકાસ્ટના એક દિવસ પછી કાર્તિક આર્યન સારાની દિવાળી પાર્ટીમાં જોવા મળ્યો હતો.
7/8

સારા અને કાર્તિકે વર્ષ 2020માં રિલીઝ થયેલી ફિલ્મ 'લવ આજ કલ 2' દરમિયાન એકબીજાને ડેટ કરતા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. તેનું નિર્દેશન ઇમ્તિયાઝ અલીએ કર્યું હતું.
8/8

અલબત્ત સારા અને કાર્તિકનું બ્રેકઅપ થઈ ગયું છે પરંતુ તેઓ હજુ પણ સારા મિત્રો છે. આજે પણ તેમની વચ્ચે બોન્ડિંગ જોવા મળે છે.
Published at : 10 Nov 2023 12:03 PM (IST)
આગળ જુઓ
Advertisement