બોલિવૂડમાં અનેક એક્ટ્રેસ આવે છે અને કેટલીક ફિલ્મોમાં કામ કર્યા બાદ ગુમ થઇ જાય છે. આમાંથી એક અભિનેત્રીનું નામ રિતુ શિવપુરી પણ છે, જે 29 વર્ષ પહેલા આવેલી ફિલ્મ ‘આંખે’થી ફેમસ થઈ હતી. આ ફિલ્મમાં તેમના પર ગીત 'ઓ લાલ દુપટ્ટા વાલી' ફિલ્માવવામાં આવ્યું હતું, જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ફિલ્મ પછી રીતુએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તે ફ્લોપ સાબિત થઈ અને આખરે રીતુએ બોલિવૂડમાંથી વિદાય લઇ લીધી હતી.
2/5
થોડા વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં રીતુએ બોલિવૂડથી દૂર રહેવા પાછળનું કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કામ કરવાની રીતથી તેને પરેશાની છે. તેને ક્યારેય કાસ્ટિંગ કાઉચ જેવી બાબતોનો સામનો કરવો પડ્યો નથી, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં એવા કેટલાક લોકો હતા જેઓ તેને કામ આપવાના બહાને મળવા અથવા કોફી પીવા જવાની ઓફર કરતા હતા.
3/5
તેને આ વાત બિલકુલ પસંદ ન પડી તેથી તેણે ફિલ્મી દુનિયા છોડવાને જ યોગ્ય માન્યું હતું. ફિલ્મોથી દૂર થયા બાદ રિતુએ લગ્ન કરી લીધા અને પોતાના પારિવારિક જીવન પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. ઘણા વર્ષો પછી તે કેટલીક ટેલિવિઝન સિરિયલોમાં પણ જોવા મળી હતી.
4/5
તેના કહેવા મુજબ જ્યારે તે શૂટિંગમાંથી મોડી રાત્રે ઘરે પરત આવતી ત્યારે તેના પરિવારના સભ્યો સૂઈ જતા હતા. આવી સ્થિતિમાં, તેને પરિવારને સમય ન આપવાનો અફસોસ પણ છે, તેથી તેણે ટીવી શોમાં પણ કામ કર્યું નથી.
5/5
રિતુના લુકની વાત કરીએ તો તે પહેલા કરતા વધુ સુંદર અને ગ્લેમરસ બની ગઈ છે. તેણી 47 વર્ષની છે.