શોધખોળ કરો
Gadar 2ની સક્સેસ પાર્ટીની તસવીરો આવી સામે, સની ભાઇ બૉબી અને દીકરા સાથે દેખાયો.....
ફિલ્મ સ્ટાર સની દેઓલ આ દિવસોમાં આ મોટી સફળતાનો ઘણો આનંદ માણી રહ્યો છે. તેમના ઘરે દરરોજ પાર્ટીઓનો માહોલ જોવા મળી રહ્યો છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/9

Gadar 2 success bash: બૉલીવુડ સ્ટાર સની દેઓલ આજકાલ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહ્યો છે, તાજેતરમાં જ રિલીઝ થયેલી સની દેઓલની ફિલ્મ ગદર 2 થિયેટરોમાં હલચલ મચાવી રહી છે, અને જબરદસ્ત કમાણી કરીને નવા નવા રેકોર્ડ પોતાના નામે કરી રહી છે.
2/9

સની દેઓલની ગદર 2એ થોડા જ સમયમાં આ થિયેટરમાંથી 425 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મ સ્ટાર સની દેઓલ આ દિવસોમાં આ મોટી સફળતાનો ઘણો આનંદ માણી રહ્યો છે. તેમના ઘરે દરરોજ પાર્ટીઓનો માહોલ જોવા મળી રહ્યો છે.
3/9

હાલમાં જ સોશ્યલ મીડિયા પર તસવીરો સામે આવી છે જે સની દેઓલની ગદર 2ની સક્સેસ પાર્ટીની છે, આ પાર્ટી સની દેઓલના ઘરે ગોઠવવામાં આવી હતી, અને અહીં સની ભાઇ બૉબી દેઓલ અને દીકરા રાજવીર સાથે જોવા મળ્યો હતો.
4/9

પાર્ટીના દિવસે કેટલાય સ્ટાર્સ સની દેઓલને અભિનંદન આપવા તેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં હંમેશની જેમ સની દેઓલ તેના ભાઈ બૉબી દેઓલ સાથે દેખાયો હતો. આ સાથે તેનો નાનો દીકરો રાજવીર અને મોટો દીકરો કરણ પણ પિતા સની દેઓલની સાથે તસવીરો ક્લિક કરી હતી.
5/9

'તારા સિંહ'ના પાત્રમાં દિલ જીતી લીધા પછી ફિલ્મ સ્ટાર સની દેઓલે ગઈકાલે રાત્રે ફરી એકવાર હાઉસ પાર્ટી આપી હતી. જ્યાં અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા.
6/9

આ દરમિયાન ફિલ્મ સ્ટાર સની દેઓલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. ઘરે પાર્ટી આપ્યા બાદ તેને પૈપરાજી સાથે કેટલીય તસવીરો ક્લિક કરી હતી.
7/9

ફિલ્મ સ્ટાર સની દેઓલ અને તેના ભાઈ બૉબી દેઓલનું બૉન્ડિંગ જબરદસ્ત છે. તેનો ભાઈ બૉબી દેઓલ દરેક ક્ષણે ફિલ્મ સ્ટાર સની દેઓલ સાથે જોવા મળે છે. બૉલીવુડ સ્ટાર સની દેઓલના બંને દીકરાઓ કરણ અને રાજવીર પણ પિતાની સફળતાની ઉજવણી કરવા અહીં આવ્યા હતા. બંનેએ એકસાથે ક્લિક કરાવેલી તસવીરો જોવા મળી હતી.
8/9

આ પાર્ટીમાં રાજવીર દેઓલની આગામી ડેબ્યૂ ફિલ્મ 'દોનો'ની લીડ એક્ટ્રેસ પમોલા પણ હાજર રહી હતી. પામોલા રાજવીર તેમજ રાજશ્રી પ્રૉડક્શનની ફિલ્મ 'દોનો'થી ડેબ્યૂ કરશે.
9/9

આ પાર્ટીમાં ટીવી સીરિયલ સ્ટાર અર્જૂન બિજલાની પણ પત્ની નેહા સ્વામી સાથે પહોંચ્યો હતો. બંનેએ પૈપરાજીની સામે કેટલીય તસવીરો ક્લિક કરાવી હતી.
Published at : 27 Aug 2023 11:43 AM (IST)
આગળ જુઓ
Advertisement





















