મુંબઇઃ બૉલીવુડની શ્રીલંકન બ્યૂટી અને ટેલેન્ટેડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) હોટ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે. અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. હાલ અભિનેત્રી ઈડીની કાર્યવાહીના કારણે ચર્ચામાં છે.
2/5
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સામે મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ સુકેશ ચંદ્રશેખર દ્વારા 200 કરોડની ખંડણીના કેસમાં જેકલીનની 7 કરોડ 12 લાખ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી છે.
3/5
EDએ જેકલીનને કેસમાં આરોપી બનાવવા માટે કાયદાકીય સલાહ લેવાનું શરૂ કરી દીધું છે. જેક્લિને તેના નિવેદનમાં કબૂલ્યું હતું કે સુકેશ ચંદ્રશેખરે તેને અને તેના પરિવારના સભ્યોને કરોડો રૂપિયાની ભેટ આપી હતી.
4/5
ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)ના મતે, મહાઠગ સુકેશના 200 કરોડ રૂપિયાની ખંડણીમાં જેકલિન મહત્ત્વની સાક્ષી છે.
5/5
વર્કફ્રન્ટની વાત કરીએ તો જેકલિન 'અટેક', 'સર્કસ', 'રામસેતુ', તેલુગુ ફિલ્મ 'હરિ હર વીરા મલ્લુ' તથા કન્નડ ફિલ્મ 'વિક્રાંત રોના'માં જોવા મળશે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)