કલ્કિ કોચલિને હાલમાં જ પોતાની દિકરી સપ્પોની ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે. કલ્કિ કોચલિનની દિકરી સપ્પો પોતાના હાથમાં મખમલી ટોપી લઈ કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી. કલ્કિ કોચલિને પોતાની દિકરીની તસવીરને ફિલ્ટર લગાવતા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
2/5
હાલમાં જ ધ ગર્લ ઈન યેલો બૂટ્સની એક્ટ્રેસ ક્લિકએ ઈન્સ્ટાગ્રામ પર ઈન્ડિયા લવ પ્રોજેક્ટ પર પોતાની લવ સ્ટોરી શેર કરી હતી.
3/5
સપ્પોનું નામ ગ્રીક કવિના નામ પર રાખવામાં આવ્યું છે જેને 600 ઈસ પૂર્વમાં રચનાઓ લખી હતી. સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ માટે દિકરી સપ્પોની તસવીર શેર કરતાની સાથે અભિનેત્રીએ લખ્યું હતું કે, તમામ મારી પ્યારી દિકરી સપ્પોનું સ્વાગત કરે. સપ્પોનો જન્મ 7 ફેબ્રુઆરીએ થયો હતો. તમામ લોકો તેને ખૂબ પ્રમે આપે.
4/5
કલ્કિની દિકરીએ પોલ્કા ડૉટ ટોપ પહેર્યું છે. કલ્કિના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રો સપ્પોની તસવીર પર કોમેન્ટ અને લાઈક કરતા જોવા મળ્યા હતા. રાધિકા આપ્ટેએ તસવીર પર કોમેન્ટ કરતા દિલ ઈમોજી મોકલી હતી. કલ્કિ અને તેની ઈઝરાયલી બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગે આ વર્ષે ફેબ્રુઆરીમાં સપ્પોનું સ્વાગત કર્યું હતું.
5/5
કલ્કિના ફેન્સ આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે અને સાથે આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. કલ્કિએ આ તસવીરને શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યું, 'યેહા'