શોધખોળ કરો
Christmas 2022: શાહરુખ ખાન થી કેટરીના કૈફ સુધી... આ છે બોલીવુડ સ્ટાર્સની પસંદગીનાં હોલીડે સ્પોટ્સ
Christmas 2022: નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને બોલિવૂડ સ્ટાર્સે પોતાના પરિવાર સાથે વેકેશન પર જવાનું શરૂ કરી દીધું છે.

બોલીવુડ
1/7

Christmas 2022: નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને બોલિવૂડ સ્ટાર્સે પોતાના પરિવાર સાથે વેકેશન પર જવાનું શરૂ કરી દીધું છે. આજે અમે તમને કેટરિના કૈફ થી રણવીર સિંહના પ્રિય હોલીડે સ્પોટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
2/7

દીપિકા પાદુકોણ - ફિલ્મ 'પઠાણ'માં પોતાના ગીત 'બેશરમ રંગ' માટે વિવાદોમાં ફસાયેલી અભિનેત્રી દીપિકા પાદુકોણનું પસંદગીનું હોલીડે ડેસ્ટીનેશન ફ્રેન્ચ રિવેરા છે. આ સાથે તેને મેક્સિકો જવાનું પણ પસંદ છે.
3/7

કેટરિના કૈફ - કેટરિના કૈફ આ દિવસોમાં તેના પતિ વિકી કૌશલ સાથે લગ્ન જીવનનો આનંદ માણી રહી છે. અભિનેત્રીને રજાઓમાં માલદીવ અને ન્યુયોર્ક જવાનું પસંદ છે.
4/7

શાહરૂખ ખાન - બોલિવૂડના કિંગ એટલે કે શાહરૂખ ખાનને દુબઈ સાથે ઘણો લગાવ છે. ઘણીવાર તે રજાઓ ગાળવા દુબઈ જાય છે.
5/7

રણબીર કપૂર- અભિનેતા રણબીર કપૂર આ દિવસોમાં તેની લાડલી રાજકુમારી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. બીજી તરફ, રણબીરને રજાઓ ગાળવા ન્યૂયોર્ક અને ઈટાલી જવાનું પસંદ છે.
6/7

આલિયા ભટ્ટ - આલિયા ભટ્ટ ન્યૂયોર્ક સાથે ખૂબ જ પ્રેમમાં છે. આ તે જગ્યા છે જ્યાં આલિયા રજાઓ દરમિયાન પોતાનો ક્વોલિટી ટાઈમ પસાર કરવાનું પસંદ કરે છે.
7/7

રણવીર સિંહ - બોલિવૂડ એક્ટર રણવીર સિંહ આ દિવસોમાં પોતાની ફિલ્મ 'સર્કસ'નું જોરદાર પ્રમોશન કરી રહ્યો છે. રણવીરના ફેવરિટ હોલીડે સ્પોટ વિશે વાત કરીએ તો તેને સ્વિટ્ઝર્લેન્ડ ખૂબ જ પસંદ છે. જ્યાં તે અવારનવાર વેકેશન માટે જાય છે.
Published at : 20 Dec 2022 11:19 PM (IST)
આગળ જુઓ
Advertisement