Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
નવસારીના બીલીમોરામાં રવિવારે મેળામાં દુર્ઘટના સર્જાઈ... એક રાઈડ તૂટતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા... હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતી થઈ છે... પોલીસ અને વહીવટી પ્રશાસન આમ તો અનેક અલગ- અલગ એન્ગલે તપાસ શરૂ કરી... જોકે સૌથી ચોંકાવનારી હકીકત સામે આવી કે રાઈડ સંચાલકે તો રાઈડ માટે NOC લીધું હતું.... આ NOC ફાયર વિભાગના ડ્રાઈવરે આપી હતી.... બીલીમોરા નગરપાલિકા પાસે કોઈપણ કાયમી ફાયર ઓફિસર ન હોવાથી જયેશ સોલંકી નામના ડ્રાઈવરને હાલ ફાયર ઓફિસર તરીકેનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો.... આ તરફ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસે મેળાની તમામ રાઈડો બંધ રાખવાનો આદેશ કર્યો...પ્રાંત અધિકારી મિતેશ પટેલે સ્થળની મુલાકાત લઈને FSL રિપોર્ટના આધારે કાર્યવાહી કરવાની ખાતરી આપી.. આ મેળાને મંજૂરી શિવમ એજન્સીને અપાયો હોવાનું પણ સામે આવ્યું... એજન્સીએ ખૂલ્લી જગ્યા પર રાઈડ મૂકવા માટે મંજૂરી માંગી હતી.... હાલ તો કલેકટરે દુર્ઘટનાની તપાસ માટે એક ટીમની રચના કરી છે... જે સમગ્ર ઘટનાની તપાસ કરી રિપોર્ટ સોંપશે.... આ તરફ દુર્ઘટનાના બીજા દિવસે આજે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછ્યા હતા..





















