શોધખોળ કરો
Stree 2 Collection: ઓપનિંગ વિકેન્ડ પર 'સ્ત્રી 2'એ મચાવી તબાહી, વર્લ્ડવાઇડ કલેક્શનમાં શાહરૂખની ફિલ્મને પણ પછાડી
Stree 2 Box Office Collection: બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2' 15 ઓગસ્ટના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. જેણે માત્ર ચાર દિવસમાં 250 કરોડનો આંકડો પાર કરી ગયો છે.

ફોટોઃ x
1/8

Stree 2 Box Office Collection: બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2' 15 ઓગસ્ટના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. જેણે માત્ર ચાર દિવસમાં 250 કરોડનો આંકડો પાર કરી ગયો છે. આ ફિલ્મે તેના પહેલા વીકએન્ડમાં એટલી જોરદાર કમાણી કરી કે તેની સામે ઘણી મોટી ફિલ્મો પાછળ રહી ગઇ હતી. પહેલા વીકએન્ડમાં જ ફિલ્મે વર્લ્ડવાઇડ મામલે શાહરૂખ ખાનની 'પઠાણ' અને રણબીર કપૂરની 'એનિમલ'ને પછાડી દીધી હતી.
2/8

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી 2' 15 ઓગસ્ટના રોજ થિયેટર્સમાં રીલિઝ થઇ હતી. ફિલ્મે પહેલા જ દિવસે 55.40 કરોડની કમાણી કરી ખાતું ખોલાવ્યું હતું.
3/8

હવે રિલીઝના માત્ર ચાર દિવસમાં જ ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 240 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 283 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે.
4/8

આ કલેક્શન સાથે 'સ્ત્રી 2' એ શાહરૂખ ખાનની પઠાણ, રણબીર કપૂરની 'એનિમલ' સહિત ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.
5/8

રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ'એ તેના ઓપનિંગ વીકએન્ડમાં 201 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
6/8

સલમાન ખાનની 'ટાઈગર 3'નો રેકોર્ડ પણ તૂટી ગયો છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે ઓપનિંગ વીકએન્ડમાં 148.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
7/8

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની 'ફાઇટર'ને પણ 'સ્ત્રી 2'એ પાછળ છોડી દીધી હતી. આ ફિલ્મનું ઓપનિંગ વીકેન્ડ કલેક્શન 115 કરોડ હતું.
8/8

આ સિવાય આમિર ખાનની ફિલ્મ 'દંગલ' પણ 'સ્ત્રી 2'થી પાછળ રહી ગઈ છે. આ ફિલ્મે 107 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
Published at : 20 Aug 2024 01:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
વડોદરા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
