શોધખોળ કરો
Advertisement

Ganesh Chaturthi: આ સેલેબ્સે કર્યા લાલબાગચા રાજાના દર્શન, જુઓ તસવીરો
Ganesh Mahotsav 2022: મુંબઈના લાલબાગચા રાજાના દર્શન કરવા અનેક સેલેબ્સ આવે છે. શમિતા શેટ્ટી તેના માતા અને મિત્ર સાથે બાપ્પાના દર્શન કરવા આવી હતી.
શમિતા શેટ્ટી તેની માતા સુનંદા શેટ્ટી
1/9

અભિનેત્રી શમિતા શેટ્ટી તેની માતા, તમન્ના ભાટિયા અને તેના 'બબલી બાઉન્સર'ના દિગ્દર્શક મધુર ભંડારકર સાથે તાજેતરમાં ચાલી રહેલા ગણેશ ચતુર્થી તહેવાર દરમિયાન મુંબઈના પ્રતિષ્ઠિત ગણેશ મંડળ, લાલબાગચા રાજામાં પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.
2/9

શમિતા શેટ્ટી તેની માતા સુનંદા શેટ્ટી અને નજીકની મિત્ર આકાંક્ષા મલ્હોત્રા સાથે બાપ્પાના દર્શને આવી હતી. તેણી તેની માતાનો હાથ પકડીને ચાલતી જોવા મળી હતી
3/9

'મોહબ્બતેં' એક્ટર સુંદર સફેદ સૂટ પહેરીને જોવા મળી હતી અને ચાહકોની નજર તેના લુક પરથી હટતી નહોતી.
4/9

તમન્ના ભાટિયા તેની આગામી ફિલ્મ 'બબલી બાઉન્સર'ના દિગ્દર્શક મધુર ભંડારકર સાથે તેના આગામી પ્રોજેક્ટ્સ માટે આશીર્વાદ માટે લાલબાગચા રાજાની મુલાકાત લીધી હતી.
5/9

તમન્ના વાદળી સૂટમાં સુંદર દેખાતી હતી. તેણે ડ્રેસની સાથે ઓક્સિડાઇઝ્ડ ઇયરિંગ્સનું મેચિંગ કર્યુ હતું.
6/9

નિર્દેશક મધુર ભંડારકર મસ્ટર્ડ કુર્તા પાયજામા પહેરેલા જોવા મળ્યા હતા.
7/9

'બબલી બાઉન્સર' 23મી સપ્ટેમ્બર 2022ના રોજ ડિઝની+ હોટસ્ટાર પર હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે! તમન્ના બબલી બાઉન્સર તરીકે અગાઉ ક્યારેય ન જોઈ હોય તેવા અવતારમાં જોવા મળશે.
8/9

થોડા દિવસ પહેલા કાર્તિક આર્યન પણ બાપ્પાના દર્શને આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી.
9/9

કાર્તિકે લાલબાગચા રાજાના દર્શન કરવાની સાથે ફેન્સ અને મહિલા પોલીસકર્મી સાથે સેલ્ફી પણ પડાવી હતી.
Published at : 04 Sep 2022 11:44 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
