મુંબઇઃ બોબી દેઓલ 27 જાન્યુઆરીના રોજ પોતાનો જન્મદિવસ મનાવી રહ્યો છે. દેઓલ બ્રધર્સમાં સૌથી નાના બોબી દેઓલ પોતાના ભાઇ સની અને પિતા ધર્મેન્દ્ર જેવી લોકપ્રિયતા મેળવી શક્યા નહીં. કરિયરની શરૂઆતમાં બોબીને સારી સફળતા મળી હતી પરંતુ બાદમાં તેઓને એટલી સફળતા મળી નહીં. બોબી દેઓલે એવી અનેક ફિલ્મો રિજેક્ટ કરી હતી જો તે ફિલ્મો કરી હોત તો આજે બોબી દેઓલ સુપરસ્ટાર હોત.
2/6
જબ વી મેટ ફિલ્મ બોબી દેઓલને ઓફર કરાઇ હતી પરંતુ તમને સાંભળીને આશ્વર્ય થશે કે બોબી દેઓલે આ ફિલ્મ નકારી દીધી હતી. પહેલા આ ફિલ્મ માટે બોબી દેઓલ અને આયશા ટાકિયાને સાઇન કરાયા હતા. પરંતુ તેઓએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો. બાદમાં આ ફિલ્મ શાહિદ અને કરીના કપૂરને મળી હતી.
3/6
ફિલ્મ યુવામાં અજય દેવગણનો રોલ બોબી દેઓલને ઓફર કરાયો હતો. પરંતુ બોબીએ આ ફિલ્મ કરવામાં રસ દાખવ્યો નહી. ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી.
4/6
ફિલ્મ કરણ અર્જુનના રોલમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન સિવાય તમે કોઇની કલ્પના કરી શકો પરંતુ પ્રોડ્યુસર રાકેશ રોશન આ ફિલ્મ માટે બોબી અને સની દેઓલને લેવા માંગતા હતા પરંતુ સનીએ કામ કરવાનો ઇનકાર કરી દીધો કારણ કે તે ઇચ્છતા હતા કે બોબી દેઓલ પોતાની ડેબ્યૂ ફિલ્મ બરસાત પર ધ્યાન આપે.
5/6
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મમાં કૃષાલ કપૂરનો રોલ બોબી દેઓલને ઓફર કરાયો હતો પરંતુ બિઝી શેડ્યુલના કારણે તેણે કરવાનો ઇનકાર કર્યો હતો.
6/6
ડિરેક્ટર અબ્બાસ મસ્તાને બોબી દેઓલ , અક્ષય ખન્ના, તુષાર કપૂરને ધ્યાનમાં રાખીને ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી. પર બોબી સાથે કાસ્ટિગ પર સહમતિ થઇ નહી. બાદમાં લીડ રોલ શાહિદ કપૂરને મળ્યો હતો.