શોધખોળ કરો
Pongal 2024: કોઇએ ચગાવ્યો પતંગ તો કોઇએ ઘરે કરી પૂજા.... આવી રીતે ઉજવ્યો સાઉથ સેલેબ્સે પોંગલનો તહેવાર
સાઉથ સિનેમાના ઘણા મોટા કલાકારોએ તેમના પરિવારો સાથે ખૂબ જ ધામધૂમથી પોંગલની ઉજવણી કરી હતી

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/8

Pongal 2024: 15 જાન્યુઆરીએ દેશભરમાં પોંગલ અને મકરસંક્રાંતિ- ઉત્તરાયણના તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. તેની લોકપ્રિયતા દક્ષિણમાં પણ જોવા મળી હતી. સાઉથ સિનેમાના ઘણા મોટા કલાકારોએ તેમના પરિવારો સાથે ખૂબ જ ધામધૂમથી પોંગલની ઉજવણી કરી હતી. આ તહેવારે કેટલાકે પતંગ ઉડાવી અને કેટલાકે ઘરે પૂજા કરી, જુઓ અહીં દક્ષિણના સેલેબ્સે ખાસ રીતે પોંગલનો તહેવાર ઉજવ્યો.....
2/8

આ ખાસ દિવસે KGF સ્ટાર યશ તેના પરિવાર સાથે પતંગ ઉડાવતો જોવા મળ્યો હતો. તેની પત્નીએ આ સમયગાળા દરમિયાન ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/8

એનિમલ સ્ટાર રશ્મિકા મંદાના પણ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી અને તેના ચાહકોને પોંગલની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. આ ખાસ અવસર પર અભિનેત્રીએ નારંગી રંગનો લહેંગા પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
4/8

સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડાએ પોંગલના ખાસ અવસર પર તેના પરિવારના સભ્યો સાથે પૂજા કરી હતી.
5/8

અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આની કેટલીક ઝલક શેર કરી છે, જેમાં તે ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યો છે.
6/8

રામ ચરણે પણ આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઉજવણીની એક સુંદર તસવીર શેર કરી, જેમાં તેનો વિશાળ પરિવાર જોઈ શકાય છે.
7/8

ધનુષે એક સુંદર ફેમિલી ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે તેના માતા-પિતા અને બે પુત્રો સાથે પોંગલની ઉજવણી કરતો જોવા મળે છે.
8/8

સાઉથની જાણીતી અભિનેત્રી શ્રીનિધિ શેટ્ટીએ પણ પોંગલની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેણે પીળા રંગની સાડી પહેરી હતી.
Published at : 16 Jan 2024 12:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
