શોધખોળ કરો
દીપિકા-રણવીર થી શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા સુધી, આ બોલીવુડ સેલિબ્રીટીએ લગ્નમાં કર્યો આટલા કરોડનો ખર્ચ...

ફાઈલ ફોટો
1/6

દરેક ફેન્સ બોલિવૂડ સેલિબ્રીટીના લગ્નની રાહ જોતા હોય છે. તે પોતાના મનપસંદ સ્ટારના લગ્નની દરેક સુંદર પળ જોવા માંગે છે. આ સેલિબ્રીટીઓ પણ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે ઘણું બધું કરે છે. બોલિવૂડ સેલેબ્સના લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ડિઝાઈનર કપડાથી લઈને મોંઘી જ્વેલરી અને ફાઈવ સ્ટાર વેન્યુમાં બોલિવૂડના તમામ સ્ટાર લગ્ન કરતા જોવા મળે છે. સેલેબ્સ પોતાના લગ્નને રોયલ બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. આવો તમને જણાવીએ કે બોલિવૂડ સેલેબ્સના લગ્નમાં કેટલા કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
2/6

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના લગ્ન ધામધૂમથી થયા હતા. લગ્નના પહેરવેશથી લઈને સ્થળ સુધી બધું જ રોયલ હતું. રિપોર્ટ્સ અનુસાર, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના લગ્નમાં લગભગ 80 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બંનેએ 22 નવેમ્બર 2009ના રોજ લગ્ન કર્યા હતા.
3/6

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન વર્ષ 2007માં થયા હતા. આ શાહી લગ્ન અમિતાભ બચ્ચનના બંગલા પ્રતિક્ષામાં થયા હતા. રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં લગભગ 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
4/6

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. દીપિકા અને રણવીરે પણ ઈટાલીમાં લગ્ન કર્યા હતા. દીપિકા અને રણવીરના લગ્ન રોયલ હતા. બધાની નજર આ લગ્ન પર ટકેલી હતી. રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં લગભગ 95 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
5/6

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બોલિવૂડના હિટ કપલ્સમાંના એક છે. બંનેએ પરિવારના સભ્યોની હાજરીમાં ઈટાલીમાં સાત ફેરા લીધા. અનુષ્કા અને વિરાટના લગ્ન માટે લગભગ 90 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અનુષ્કાના કપડાંથી લઈને જ્વેલરી સુધી બધું જ સમાચારોમાં હતું. આ બોલિવૂડના સૌથી મોંઘા લગ્નોમાંના એક છે.
6/6

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ ઈન્ટરનેશનલ પોપ સ્ટાર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકા અને નિકના લગ્ન જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં થયા હતા. પ્રિયંકા અને નિકના ભવ્ય લગ્નમાં લગભગ 105 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લગ્નના તમામ કાર્યક્રમ ઉમેદ ભવનમાં યોજાયા હતા જ્યાં બંનેના પરિવારજનો લગભગ 3 દિવસ રોકાયા હતા.
Published at : 12 Apr 2022 04:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
