શોધખોળ કરો
OTT પર ઓગસ્ટ રહેશે મજેદાર, ‘ફિર આઇ હસીન દિલરૂબા’થી ‘એમિલી ઇન પેરિસ’ સુધીનું મળશે ફૂલ ઓન એન્ટરટેન્ટમેન્ટ
આજે અમે તમને નેટફ્લિક્સ પર રિલીઝ થનારી કેટલીક ફિલ્મો અને સિરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો તમે આખા મહિના દરમિયાન આનંદ લઈ શકો છો
એબીપી લાઇવ
1/8

Netflix August 2024 OTT Releases: દર અઠવાડિયે OTT પર જોવા માટે કેટલીક નવી કન્ટેન્ટ ઉપબલ્ધ છે. દર અઠવાડિયે કોઈને કોઈ ફિલ્મ કે વેબસિરીઝ રિલીઝ થાય છે. તેથી આ અઠવાડિયે પણ કંઈક નવું જોવા મળશે. જો તમે પણ કંઈક નવું કન્ટેન્ટ શોધી રહ્યા છો અને કંઈક સારું જોવા માગો છો, તો આજે અમે તમને નેટફ્લિક્સ પર રિલીઝ થનારી કેટલીક ફિલ્મો અને સિરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો તમે આખા મહિના દરમિયાન આનંદ લઈ શકો છો. તો ચાલો જોઈએ ઓગસ્ટમાં કઈ કઈ રીલીઝ થવા જઈ રહી છે.
2/8

અ ગુડ ગર્લ્સ ગાઈડ ટૂ મર્ડર એ એક અમેરિકન શૉ છે જે 17 વર્ષની છોકરીની કારકિર્દી પર આધારિત છે. આ શૉ 1લી ઓગસ્ટે રિલીઝ થઈ રહ્યો છે.
3/8

સૂચિ મૉર્ડન માસ્ટર્સથી શરૂ થાય છે. સાઉથના દિગ્ગજ ફિલ્મમેકર એસએસ રાજામૌલીએ ઘણી શાનદાર ફિલ્મો બનાવી છે, પરંતુ હવે તેઓ ડૉક્યુમેન્ટ્રી 'મૉડર્ન માસ્ટર્સ - એસએસ રાજામૌલી' લઈને આવી રહ્યા છે. તે 2જી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.
4/8

આ પછી આવે છે ફિર આઇ હસીન દિલરૂબા. વિક્રાંત મેસી અને તાપસી પન્નુ અભિનીત આ ફિલ્મ ક્રાઈમ, ડ્રામા અને સસ્પેન્સ પર આધારિત છે. તે હસીન દિલરૂબાની સિક્વલ છે જે 2021માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 9મી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.
5/8

આ પછી એમિલી ઇન પેરિસ સિઝન 4માંનો નંબર છે. એમિલી ઇન પેરિસની ચોથી સિઝનની સ્ટૉરી કેમિલ અને ગેબ્રિયલના લગ્નના પરિણામ સાથે શરૂ થાય છે. એમિલી મુશ્કેલ પરિસ્થિતિમાં જોવા મળશે. તે 15મી ઓગસ્ટે રિલીઝ થશે.
6/8

સુપરહીરો કૉમેડી ડ્રામા ટેલિવિઝન સીરીઝ ધ અમ્બ્રેલા એકેડમીની આગામી સિઝન 8 ઓગસ્ટના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. તમે આ શો નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
7/8

લવ નેક્સ્ટ ડૉર કૉરિયન સીરીઝ છે. જે શિન હા-યૂન દ્વારા લખવામાં આવ્યું છે અને શોનું નિર્દેશન યૂ જે-વૉન દ્વારા કરવામાં આવ્યું છે. જંગ હે-ઈન અને જંગ સો-મિને તેમાં અભિનય કર્યો છે. આ શો 17મી ઓગસ્ટે રિલીઝ થશે.
8/8

ઇનકમિંગની સ્ટૉરી ચાર નવા વિદ્યાર્થીઓ પર આધારિત છે જેઓ તેમની પ્રથમ હાઇસ્કૂલ પાર્ટીમાં ભયંકર વસ્તુઓનો સામનો કરે છે. આ શો 23 ઓગસ્ટે રિલીઝ થઈ રહ્યો છે.
Published at : 30 Jul 2024 12:50 PM (IST)
આગળ જુઓ
Advertisement





















