પાકિસ્તાને પોર્ન સ્ટાર મિયા ખલીફાના ટિક ટોક એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાને કોઈ પણ સત્તાવાર જાહેરાત વગર મિયા ખલીફાનું એકાઉન્ટ બંધ કરી દીધું છે. આ પાછળનું કોઈ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
2/6
પાકિસ્તાનમાં મિયા ખલીફાના ચાહકોને જ્યારે તેનું કન્ટેન્ટ ન મળ્યું ત્યારે તેમણે ટ્વીટર પર આ મુદ્દો ઉઠાવ્યો હતો. મિયા ખલીફાને પાકિસ્તાની ચાહકોની ટ્વીટર પોસ્ટ્સ દ્વારા પોતાનું એકાઉન્ટ બેન કરવામાં આવ્યું હોવાની જાણ થઈ ત્યારે તે ચોંકી ઉઠી હતી.
3/6
જે બાદ તેણે ટ્વીટ કરીને લખ્યું, હું મારી બધી ટિકટોક ટ્વિટર પર રિ પોસ્ટ કરીશ. આ તેના ફાસીવાદનો ખાત્મો કરવા માંગતા હોય તેવા પાકિસ્તાની ચાહકો માટે કરવામાં આવશે.
4/6
પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સે મિયા ખલીફાને સમર્થન આપ્યું હતું અને PTAની કાર્યવાહીની ટીકા કરી હતી. સાથે જ PTAનું સાચું કામ જે હોય તેના પર ફોકસ કરવાની સલાહ પણ આપી હતી.
5/6
મિયા ખલીફા સામાજીક અને માનવાધિકાર સંબંધી મુદ્દે પણ ખૂબ અવાજ ઉઠાવી રહી છે. તેણે પેલેસ્ટાઈનીઓ પર ઈઝરાયલના હુમલાની વિરૂદ્ધ પણ અવાજ ઉઠાવ્યો છે. આ મામલે તેણે સંયુક્ત રાષ્ટ્ર પર પણ હાથ ધરીને બેસી રહેવાનો આરોપ લગાવ્યો છે.