શોધખોળ કરો
રિયાલિટી શૉની રનરઅપ રહી ચૂકી છે Rhea Chakraborty, બૉલીવુડમાં એન્ટ્રી બાદ હજુ પણ ચાલુ છે એક્ટ્રેસનો સ્ટ્રાગલ
રિયા ચક્રવર્તીએ પોતાની કેરિયરની શરૂઆત વર્ષ 2009થી કરી હતી. તે સમયે તેને એમટીવીના એક રિયાલિટી શૉમાં ભાગ લીધો હતો.
ફાઇલ તસવીર
1/7

Rhea Chakroberty Struggle: બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી લાંબા સમય બાદ રૉડીઝ 19માં જોવા મળશે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ તે લગભગ સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ હતી. હવે તે પરત ફરી રહી છે.
2/7

રિયા ચક્રવર્તીએ પોતાની કેરિયરની શરૂઆત વર્ષ 2009થી કરી હતી. તે સમયે તેને એમટીવીના એક રિયાલિટી શૉમાં ભાગ લીધો હતો. શૉનું નામ હતું- TVS Scooty Teen Diva. આ શૉથી તેને નાની ઉંમરમાં જ મોટી લોકપ્રિયતા મળી ગઇ હતી. આ પછી તેને MTVમાં જ VJ બનવાનો મોકો મળ્યો.
3/7

આ દરમિયાન અભિનેત્રીએ MTV માટે ઘણા શૉ હૉસ્ટ કર્યા. રિયા તેની કેરિયરમાં ખુબ જ ઝડપથી આગળ વધી રહી હતી. વર્ષ 2012માં તેને ટૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેને Tuneega Tuneega ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો.
4/7

આ પછી તેને ફિલ્મ મેરે મેરે ડેડ કી મારુતિથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 2013માં રીલીઝ થઈ હતી. બંગાળી પરિવારમાં જન્મેલી રિયા ચક્રવર્તીની કેરિયરની એકદમ સારી રીતે ચાલી રહી હતી. દર વર્ષે તે કંઈક નવું કરતી હતી.
5/7

વર્ષ 2014માં તેને સોનાલી કેબલ ફિલ્મમાં કામ કર્યું હતું.વર્ષ 2017માં અભિનેત્રીને યશરાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ બેન્કચોરમાં પણ કામ કરવાની તક મળી હતી. આ ઉપરાંત શ્રદ્ધા કપૂરની ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડમાં પણ રિયાએ કેમિયો રૉલ પ્લે કર્યો હતો. તેની ફિલ્મ ફરીથી પણ આવી.
6/7

વર્ષ 2018માં રિયાએ મહેશ ભટ્ટની ફિલ્મ જલેબી કરી હતી. આ દરમિયાન તેની મુલાકાત સુશાંત સિંહ રાજપૂત સાથે થઈ હતી. આવી સ્થિતિમાં વર્ષ 2019માં એપ્રિલ મહિનામાં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. આ પછી બંને લિવ-ઈનમાં પણ રહ્યા. આ સમયે રિયાએ સુશાંત સાથે મળીને પોતાની એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની ખોલી હતી.
7/7

આ પછી સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના દિવસે તેના ઘરમાં મૃતહાલતમાં મળી આવ્યો હતો. ત્યારે રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપો લાગ્યા હતા, જેના પછી અભિનેત્રી વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે ખુબ જ નિસ્તેજ થઇ ગઇ હતી. જોકે હવે આ ઘટના બાદ રિયાએ ફરી એકવાર ફિલ્મોમાં પાછું ફરવાનો નિર્ણય કર્યો છે. હવે ટુંક સમયમાં જ રિયા રૉડીઝની સીઝન 19માં જોવા મળશે.
Published at : 17 Apr 2023 03:06 PM (IST)
આગળ જુઓ





















