સારવાર બાદ સંજય દત્ત હવે પોતાના આગામી ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર 2’નું શુટિંગ શરુ કરવાના છે. (તમામ તસવીર -માનવ મંગલાની)
2/7
ઉલ્લેખનીય છે કે, 11 ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ થયેલા સંજય દત્તે કહ્યું હતું તે સારવાર માટે થોડા દિવસ રજા લઈ રહ્યાં છે.
3/7
સંજય દત્તને ફેફસાંનું કેન્સર હતું, જોકે હવે તે કેન્સર મુક્ત થઈ ગયો છે. હાલમાં જ સંજય દત્તે કોકિલાબેન હોસ્પિટલમાં PET ટેસ્ટ કરાવ્યો હતો. કેન્સર તપાસમાં આ સૌથી ભરોસાપાત્ર તપાસ માનવામાં આવે છે.
4/7
અભિનેતાએ આગળ લખ્યું, તમારા સહયોગ અને વિશ્વાસ વગર આ શક્ય નહોતું. હું મારા પરિવાર, મિત્રો અને તમામ ફેંસનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આ બધું તમારા સપોર્ટ તથા વિશ્વાસ વગર શક્ય નહોતું. હું મારા પરિવાર, ફ્રેન્ડ્સ તથા આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહેનાર ચાહકોનો દિલથી આભાર માનું છું. તમારા પ્રેમ, દયા તથા આશીર્વાદ માટે હું તમારો આભારી છું.
5/7
ટ્વિટર પર સંજય દત્તે લખ્યું, છેલ્લા થોડા સપ્તાહ મારા અને મારા પરિવાર માટે ઘણા મુશ્કેલ હતા. પરંતુ જેમ કહેવામાં આ છે તેમ ઈશ્વર તેના સૌથી મજબૂત સિપાહીને સૌથી અઘરી લડાઈ આપે છે. આજે મારા બાળકોના જન્મદિવસ પર હું ખુશ છું કે મેં લડાઇ જીતી લીધી અને તેમને સૌથી સારી ભેટ આપવા સમર્થ છું.
6/7
ફિલ્મ અભિનેતા સંજય દત્તે કેન્સર સામે જંગ જીત્યો હોવાની જાહેરાત ટ્વિટર પર કરી હતી. તેણે લખ્યું હતું કે, આ ખબર શેર કરતાં હું ભાવુક થઈ ગયો છું. પ્યાર અને આશીર્વાદ માટે ફેન્સનો આભાર.
7/7
મુંબઈઃ કેન્સર સામે જંગ જીત્યા બાદ એક્ટર સંજય દત્ત પોતાની બહેન પ્રિયા દત્તા સાથે ઘરની પેપરાજીના કેમેરામાં કેદ થયા હતા