હોમફોટો ગેલેરીમનોરંજન'સિંઘમ'ની એક્ટ્રેસ છે પ્રેગ્નન્ટ, ફોટો શેર કરીને પતિએ આપી જાણકારી
'સિંઘમ'ની એક્ટ્રેસ છે પ્રેગ્નન્ટ, ફોટો શેર કરીને પતિએ આપી જાણકારી
By : abp asmita | Updated at : 04 Jan 2022 04:55 PM (IST)
kajal_agrawal
1/5
બોલીવૂડ ફિલ્મ સિંઘમની એક્ટ્રેસ કાજલ અગ્રવાલ મા બનવાની છે. કાજલ અને પતિ ગૌતમ કીચલૂ નવા સભ્યને આવકારવા માટે આતુર છે. કેટલાય સમયથી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા. પણ ન્યૂ યરના દિવસે આ ચર્ચાઓનો અંત લાવી દીધો હતો અને કાજલ અગ્રવાલ પ્રેગ્નેન્ટ હોવાની ખુશખબર પોતાના ફેન્સને આપી હતી. તેના પતિએ ફોટો પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
2/5
ગૌતમ કીચલૂએ ખુશખબર આપવા માટે સોશિયલ મીડિયા પર આ સમાચાર આપ્યા હતા. તેણે પોતાની સુંદર પત્નીનો ફોટો શેર કરીને લખ્યું કે, 2022માં હું તારા તરફ જોઈ રહ્યું છે. જે બાદ તેણે પ્રેગ્નેન્ટ મહિલાનું ઈમોજી મુક્યું હતું. આમ ગૌતમ કીચલૂએ અલગ અંદાજમાં કાજલ અગ્રવાલની પ્રેગ્નેન્સીની ખુશખબર આપી હતી.
3/5
શુક્રવારે કાજલે પતિ ગૌતમ કીચલૂ સાથેનો ફોટો શેર કર્યો હતો. આ તસવીરમાં કાજલ અગ્રવાલ પોતાનો બેબી બમ્પ દેખાડી રહી છે.
4/5
ગ્રીન થાઈ-હાઈ ગાઉનમાં કાજલ આકર્ષક લાગી રહી હતી, જ્યારે સેમી કેઝ્યુઅલ અટાયરમાં ગૌતમ સ્માર્ટ લાગી રહ્યો હતો. તસવીર શેર કરતાની સાથે કાજલ અગ્રવાલે લખ્યું હતું કે, હું જુના અંત તરફ મારી આંખો બંધ કરી રહી છું અને નવી શરૂઆત તરફ મારી આંખો ખોલી રહી છું. હેપ્પી ન્યૂ યર.
5/5
ઓક્ટોબર 2020માં બંનેએ મુંબઈમાં લગ્ન કર્યા હતા. કોરોનાને કારણે ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની ઉપસ્થિતિમાં જ તેઓના લગ્ન યોજાયા હતા. લગ્ન પહેલા કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલૂ સાત વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. લગ્ન બાદ તેઓ ફોરેન ટ્રીપ પર ગયા હતા. જે બાદ કાજલ કામ પર પરત ફરી હતી. સોશિયલ મીડિયા પર અવારનવાર કાજલ અને ગૌતમનું ક્યૂટ બોન્ડિંગ જોવા મળે છે.