મુંબઇઃ સૌથી વધુ ટીઆરપી હાંસલ કરનારા શો અનુપમાની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટીવી ઇન્ડસ્ટ્રીઝની સૌથી મોંઘી એક્ટ્રેસ બની ચૂકી છે. રૂપાલી ગાંગુલી થોડા સમય અગાઉ સુધી એક એપિસોડના 1.5 લાખ રૂપિયા ફિસ લેતી હતી જે હવે બેગણી કરી દીધી છે. તે દર એપિસોડના ત્રણ લાખ રૂપિયા લેનારી પ્રથમ ટીવી એક્ટ્રેસ થઇ ગઇ છે.
2/6
‘બેપનાહ’, ‘બેહદ’ જેવા હિટ શોમાં લીડ રોલ કરનારી જેનિફર વિંગેટ એક એપિસોડના 1 લાખથી 1.5 લાખ રૂપિયા લે છે.
3/6
‘કહાની ઘર-ઘર કી’ અને ‘બડે અચ્છે લગતે હૈ’ જેવા શોમાં જોવા મળી ચૂકેલી સાક્ષી તંવર એક એપિસોડના એકથી 1.25 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
4/6
યે હૈ મોહબ્બતે શોનો હિસ્સો રહી ચૂકેલી દિવ્યાંકા ત્રિપાઠી એક એપિસોડના એક લાખ રૂપિયા વસૂલે છે.
5/6
‘કબૂલ હૈ’ ‘નાગિન’ જેવા શો કરી ચૂકેલી સુરભિ જ્યોતિ એક એપિસોડના 70 હજાર રૂપિયા લે છે.
6/6
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને ‘કસૌટી જિંદગી’જેવા હિટ શોમાં જોવા મળી ચૂકેલી હિના ખાન એક એપિસોડના બે લાખ રૂપિયા ચાર્જ કરે છે.