મુંબઇઃ નોરા ફતેહી (Nora Fatehi) બૉલીવુડમાં એક બેસ્ટ ડાન્સ તો છે જ, હવે તે એક ફેશનિસ્તા તરીકે પણ ઉભરીને સામે આવી રહી છે. તાજેતરમાં જ તેની એક તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે જેમાં તેનો જોરદાર ગ્લેમરસ અવતાર દેખાઇ રહ્યો છે.
2/6
ડીપ નેકલાઇન વાળા વ્હાઇટ ડ્રેસમાં નોરા ફતેહીએ ગજબના પૉઝ આપ્યા છે. જેને જોઇને તેના ફેન્સના હોશ ઉડી ગયા છે. ઉલ્લેખનીય છે કે નોરાએ થોડાક દિવસો પહેલા જ એક ઇવેન્ટ પર આ ડ્રેસ પહેર્યો હતો અને ત્યારે તેની તસવીરો વાયરલ થઇ હતી. જુઓ........
3/6
નોરા ફતેહીના આ તસવીર તેના એક ફેન ક્લબે શેર કરી છે. નોરા એટલી ઝડપથી પૉપ્યૂલર થઇ છે કે તેના ડઝનો ફેન ક્લબ સોશ્યલ મીડિયા પર એક્ટિવ થઇ ચૂક્યા છે, જે નોરા સાથે જોડાયેલુ અપડેટ ફેન્સ સુધી પહોંચાડે છે.
4/6
ખુદ નોરા ફતેહી પણ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર તેની પૉપ્યૂલારિટીનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તેના 35 મિલિયનની આસપાસ ફોલોઅર્સ થઇ ચૂક્યા છે.
5/6
પ્રૉફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો નોરા પર ફિલ્માવવામાં આવેલુ ગીત કુસૂ કુસૂ જબરદસ્ત પૉપ્યૂલર થયુ છે. આ ગીતમાં નોરાએ કમાલના બેલે ડાન્સ મૂવ્સ બતાવ્યા છે. તેના આ ગીત પર યુટ્યૂબ પર 50 મિલિયનથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે. આ ગીત ફિલ્મ સત્યમેવ જયતે 2નુ છે.
6/6
નોરા મૂળ રીતે કેનેડાની છે, ડાન્સનો શોખ તેને ઇન્ડિયામાં ખેંચી લાવ્યો, અને તેને ખુબ સંઘર્ષ બાદ બૉલીવુડમાં પોતાનુ મુકામ હાંસલ કરવામાં સફળતા મળી.