શોધખોળ કરો
ઐશ્વર્યાથી લઇને અજય દેવગન સુધીના સેલેબ્સ વિચિત્ર જાહેરાતોના કારણે ફસાઇ ચૂક્યા છે વિવાદોમાં, જુઓ તસવીરો.....
Advertisements
1/6

મુંબઇઃ બૉલીવુડના કેટલાય સ્ટાર એવા છે, જે ફિલ્મોની સાથે સાથે જાહેરાતોમાં પણ દેખાય છે. આ જાહેરાતો દ્વારા બૉલીવુડ સેલેબ્સ વાર્ષિક સારી એવી કમાણી પણ કરે છે. જોકે, કેટલીક જાહેરાતોના કારણે આ સેલેબ્સની જબરદસ્ત નિંદા અને ટ્રૉલિંગ પણ કરવામાં આવે છે. આ લિસ્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન, અજય દેવગન સહિતના કેટલાય સ્ટાર્સ સામેલ છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ............. (તસવીરો - સોશ્યલ મીડિયા)
2/6

વર્ષ 2015માં બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચને એક જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં તે કુપોષિત બાળકોની સાથે છત્રી લઇને ઉભી રહેલી દેખાઇ હતી, આ પછી એશ્વર્યા રાયની જબરદસ્ત નિંદા અને ટ્રૉલિંગ થઇ હતી. બાદમાં આ જાહેરાતને પાછી ખેંચી લેવામાં આવી હતી.(તસવીરો - સોશ્યલ મીડિયા)
Published at : 25 Oct 2021 11:30 AM (IST)
આગળ જુઓ





















