શોધખોળ કરો
જાણો કોણ છે રાધિકા મર્ચન્ટ,જેના ડાન્સ પર્ફોમન્સે મચાવી છે ધૂમ, ક્યાં મોટા પરિવાર સાથે છે સંબંધ?
રાધિકા મર્ચન્ટ
1/4

હાલ બોલિવૂડમાં એક નામ ખૂબ જ ચર્ચામાં છે અને સતત હેડલાઇન્સમાં રહે છે અને તે નામ છે રાધિકા મર્ચન્ટ. રાધિકા મર્ચન્ટે તાજેતરમાં મુંબઈમાં જિયો ગાર્ડન, BKC બાંદ્રા ખાતે યોજાયેલા આરંગેત્રમ સમારોહમાં પરફોર્મ કર્યું હતું. આ સેરેમનીમાં સલમાન ખાન અને રણવીર સિંહ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. આ સમારોહમાં બધાએ પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા. પરંતુ આ સમારોહમાં રાધિકાનું નામ સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયું છે અને હવે લોકો પૂછે છે કે રાધિકા મર્ચન્ટ કોણ છે અને તેનો અંબાણી પરિવાર શું નાતો છે.
2/4

રાધિકા મર્ચન્ટ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની થનારી દુલ્હન છે. અંબાણી પરિવારની પુત્રવધૂ મોટા પરિવારની છે. રાધિકા મર્ચન્ટ એનકોર હેલ્થકેર (Encore Healthcareના સીઈઓ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. રાધિકા મર્ચન્ટે 8 વર્ષથી ભરતનાટ્યમની તાલીમ લેવાનું શરૂ કર્યું છે અને મુંબઈમાં શ્રીનિભા આર્ટસમાંથી ભારતીય શાસ્ત્રીય નૃત્ય શીખ્યા છે. તેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં સ્નાતક પૂર્ણ કર્યું.
Published at : 08 Jun 2022 11:26 AM (IST)
આગળ જુઓ





















