શોધખોળ કરો
Zakir Hussain Passes Away: તબલાની થાપ થઇ શાંત, આ બીમારીએ ઝાકીર હુસૈનનો લીધો જીવ
Zakir Hussain Passes Away: ઝાકિર હુસૈનની ગયા અઠવાડિયે તેમની તબિયત બગડતાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઝાકિર હુસૈનનું નિધન
1/5

Zakir Hussain Passes Away: ભારતના પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત ખરાબ હતી, જેના કારણે તેમને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ICUમાં અંતિમ શ્વાસ લીધા હતા.
2/5

વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 16 ડિસેમ્બર, સોમવારના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં અવસાન થયું. તબલા વાદક અને સંગીત જગતના મહાન વ્યક્તિત્વે 73 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર, તેમને હૃદય અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ હતી, જે પછીથી ગંભીર બની ગઈ હતી. તેમને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું ICUમાં મોત થયું હતું. તેમના નિધનના સમાચારથી બધાને આઘાત લાગ્યો છે.
Published at : 16 Dec 2024 08:02 AM (IST)
આગળ જુઓ




















