52 વર્ષની ઉંમરે પણ પણ ખુદને ફિટ રાખનાર ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ખૂબસૂરત ભાગ્યશ્રી સ્કિન કેર અને હેલ્થની કેર કરવા શું કરે છે જાણીએ
2/5
ભાગ્યશ્રી તેના બ્યુટી સિક્રેટને સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેમણે કોલેજન બૂસ્ટ ફૂડ વિશે ફેન્સ માટે જાણકારી શેર કરી હતી. જો આપ પણ વધતી ઉંમરે યંગ દેખાવવા માંગતા હો તો આપ સી ફૂડ સહિતના આ ફૂડને ડાયટમાં સામેલ કરો
3/5
ભાગ્યશ્રીએ કોલેજન બૂસ્ટ કરતા ફૂડ વિશે ઇન્સ્ટાગ્રામ પર જાણકારી આપી છે. સ્કિનને યંગ રાખવા માટે ટામેટાં, ખાટ્ટા ફળો અને પાંદડાવાળા લીલા શાકભાજીને ડાયટમાં સામેલ કરો
4/5
ભાગ્યશ્રીએ વીડિયો શેર કરતા કેપ્શનમાં તેણે લખ્યું છે કે 'યંગ સ્કિન ઉપરી કેરથી નથી થતી. . આ એવી વસ્તુ છે જેને જાળવી રાખવા માટે આપણે અંદરથી કામ કરવાની જરૂર છે. હકીકતમાં, કોલેજન એ શરીર દ્વારા ઉત્પાદિત પ્રોટીન છે અને તે માત્ર ત્વચાની સ્થિતિસ્થાપકતા માટે જ નહીં, પણ તમારા સાંધાઓ માટે પણ જરૂરી છે અને શરીરના ભાગોની આસપાસ રક્ષણાત્મક આવરણ બનાવે છે. આવી સ્થિતિમાં, યોગ્ય આહાર લાંબા સમય સુધી સ્વસ્થ અને યુવાન રાખવામાં મદદગાર છે. વાસ્તવમાં, કોલેજન એક પ્રોટીન છે, જે ત્વચા પર ઉંમરની અસરને દૂર કરવામાં મદદરૂપ છે અને આપને યુવાન રાખે છે. સ્વસ્થ અને સુંદર ત્વચા માટે કોલેજન ખૂબ જ જરૂરી છે.
5/5
શરીરમાં કોલેજનના ઉત્પાદન માટે વિટામિન-સી જરૂરી છે. તેથી, આપના આહારમાં નારંગી, લીંબુ વગેરે જેવા ખાટાં ફળોનો સમાવેશ કરો. બેરીમાં વિટામિન સી પણ ભરપૂર હોય છે.આપના આહારમાં પણ આનો સમાવેશ કરો. કાજુ શરીરની કોલેજન બનાવવાની ક્ષમતા વધારવામાં પણ મદદરૂપ છે. સાથે જ ટામેટાંમાં વિટામિન-સી પણ મળી આવે છે. તે કોલેજન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.