શોધખોળ કરો
Eating Tips: પોષકતત્વથી ભરપૂર કેળાનું સેવન, જો આ રીતે કરશો તો ફાયદાના બદલે થશે નુકસાન
સલાડમાં થોડી માત્રામાં ડુંગળી ખાવી એ એક સારો વિકલ્પ છે. ડુંગળીને વધુ પડતા તેલમાં તળીને ન ખાઓ. આના દ્વારા શરીરમાં જતું તેલ નુકશાનનકારક સાબિત થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

Eating Habits: સારા સ્વાસ્થ્ય માટે સારો આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે. જો તમે સારું ખાશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે, પરંતુ અહીં એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે તમે ખોટી રીતે ખોરાક લઇ રહ્યાં છો તો તેના પોષણનો લાભ નથી મળતો. વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો આ દિવસોમાં યોગ્ય રીતે ખોરાક નથી લેતા, જેના કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન વેઠવું પડે છે. તો એવા કેટલાક 5 ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારા રોજિંદા જીવનમાં ખોટી રીતે ખાઓ છો અને જેની અસર તમારા શરીર પર પડે છે.
2/6

ડુંગળી-ભારતીય ભોજન તેના વિના અધૂરું છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો તેને ખાવાની સાચી રીત જાણી લો. સલાડમાં થોડી માત્રામાં ડુંગળી ખાવી એ એક સારો વિકલ્પ છે. ડુંગળીને વધુ પડતા તેલમાં તળીને ન ખાઓ. આના દ્વારા શરીરમાં જતું તેલ નુકશાનનકારક સાબિત થઈ શકે છે.
3/6

કેળું કેવી રીતે ખાવું- પોષક તત્વોથી ભરપૂર, કેળા એ સંપૂર્ણ ભોજન છે. મહત્તમ ફાયદા માટે તેને ખાવાની સાચી રીત જાણો. મોટાભાગે લોકો કાચા કેળા ખાવાની ભૂલ કરતા હોય છે પરંતુ કાચા કેળા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
4/6

કાચી રોટલી-રોટલી આપણા રોજિંદા આહારમાં સૌથી મહત્વપૂર્ણ ખોરાક છે. જો કે, ઘણીવાર લોકો તેનું સેવન કર્યા પછી પાચન સંબંધી સમસ્યાઓની ફરિયાદ કરે છે. તેનું એક મુખ્ય કારણ આજકાલ તેની તૈયારી કરવાની રીત છે. વાસ્તવમાં, લોકો ઝડપથી રોટલી બનાવવાની પ્રક્રિયામાં તેને અંદરથી સારી રીતે રાંધતા નથી અને અડધી શેકેલી રોટલી ખાવાથી તમારા શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે.
5/6

મધ- પોષક તત્વોનો ભંડાર, તેના ઔષધીય ગુણધર્મો માટે આયુર્વેદમાં તેની પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ જો તમે તેનો ખોટી રીતે ઉપયોગ કરો છો તો તે શરીર માટે સ્લો પોઈઝનનું કામ કરી શકે છે.ગરમ પાણીમાં મધ ભેળવીને પીવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જ્યારે ગરમ પાણી મધ સાથે ભેળવવામાં આવે છે, ત્યારે તે ઝેરી બની જાય છે, જે તમને ફાયદો થવાને બદલે નુકસાન કરી શકે છે. તેથી, જો તમે ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પી રહ્યા છો, તો તમારે તેને આજે જ બંધ કરી દેવું જોઈએ.
6/6

લાલ મરચું પાવડર-જો તમે વધુ પડતો પરસેવો, વાળના અકાળે સફેદ થવા અથવા ત્વચાના પિગમેન્ટેશન જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો તમારે તેનો ઉપયોગ કરવાની સાચી રીત જાણવી જ જોઈએ. જરૂર પડે ત્યારે જ લાલ મરચાં બહુ ઓછી માત્રામાં ખાવા જોઈએ. જો તમે લાલ મરચાને બદલે મરીનું સેવન કરો છો તો તે તમારા માટે વધુ ફાયદાકારક રહેશે.
Published at : 25 Oct 2023 07:29 PM (IST)
આગળ જુઓ
Advertisement