સવારનો નાસ્તો એ દિવસના સૌથી મહત્વપૂર્ણ ભોજનમાંનું એક છે. આપણા રોજિંદા જીવનમાં, દરરોજ નાસ્તામાં શું ખાવું તે પસંદ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તો આજે અમે તમને જણાવીશું કે તમે તમારા નાસ્તા માટે કઈ હેલ્ધી પ્રોડક્ટ્સ અને ફૂડ પસંદ કરી શકો છો.
2/7
જો તમે નાસ્તામાં ઈંડા અને ટોસ્ટ ખાઓ છો તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ફૂડ છે. તેમાં પ્રોટીન, ચરબી અને આયર્ન હોય છે. તમે કોઈપણ સ્વરૂપમાં ઇંડા લઈ શકો છો. એગ ડિશ ખૂબ જ ઝડપથી તૈયાર થઇ જાય છે.
3/7
કેટલીકવાર આપને હેલ્ધી નાસ્તો કરવાનો સમય નથી હોતો આ સ્થિતિમાં પીનટ બટર પણ સારો ઓપ્શન છે. તમે તેને સેન્ડવીચમાં નાખીને પણ ખાઈ શકો છો.
4/7
નાસ્તામાં એક કપ દૂધમાં કોર્નફ્લેક્સ ખાવા પણ સારો વિકલ્પ છે. આપ નાસ્તામાં ઠંડા દૂધમાં કેટલાક ફળો મિક્સ કરીને પણ ખાઈ શકો છો.
5/7
મુસલીમાં આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે. તમે તેને દૂધ સાથે ખાઈ શકો છો.
6/7
તમે દૂધ સાથે ચોકલેટ સ્પ્રેડને બ્રેડ પર લગાવીને ખાઈ શકો છો.
7/7
કોશિશ કરો કે સવારના નાસ્તાનું જે પણ મેનું હોય તે હેલ્ધી હોય કારણ કે, તે આખો દિવસ એનર્જેટિક બનાવી રાખે છે.