શોધખોળ કરો
Side Effect Of Kiwi: કિડનીના દર્દીઓ માટે ઝેર સમાન છે કિવી, જાણો અડઅસર
Health Tips: કિડની આપણા શરીરનો મુખ્ય ભાગ છે જે આપણી બોડીમાં પાણીનું સંતુલન જાળવી રાખે છે. કિડનીનું કામ શરીરમાંથી ટોક્સિનનો નિકાલ કરી અને બોડીમાં એસિડ અને ક્ષારનું સંતુલન જાળવી રાખવાનું છે

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/6

કિડની લોહીને શુદ્ધ કરે છે અને શરીરની ગંદકીને યુરિન દ્વારા શરીરમાંથી નિકાલ કરે છે. કિડની ઘણા હોર્મોન જેવા કે એન્જીઓટેન્સીન, એલ્ડોસ્ટેરોન, પ્રોસ્ટાગ્લેડિન બનાવે છે. બોડીમાં આ જરૂરી અંગ જો ખરાબ થઇ જાય તો બોડીમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ થઇ શકે છે.
2/6

કેટલાક ફૂડનું સેવન આ બીમારીનું જોખમ વધારી શકે છે. કીવી એક એવું ફ્રૂટ છે જે આરોગ્ય માટે ખુબજ ફાયદાકારક છે. પોષકતત્વોથી ભરપૂર આ ફ્રૂટ ઘણી બીમારીઓનો ઉપચાર કરે છે, પરંતુ જે લોકોને કિડની મુશ્કેલી છે તો કીવી તેમના સ્વાસ્થ્ય માટે ઝેર જેટલું નુકસાનકારક છે. આવો જાણીએ કિડનીની બીમારીમાં કીવીનું સેવન કેટલું ઝેરી બને છે.
3/6

કે કીવીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ તમે જાણો છો, કેટલીક બીમારીઓમાં કીવીનું સેવન નુકસાન પહોંચાડે છે. જે લોકોની કિડની ખરાબ છે કે કિડનીમાં સ્ટોન (પથરી)ની સમસ્યા છે તો આ ફળનું સેવન ન કરવું જોઈએ.
4/6

આ ફળમાં પોટેશિયમ હોય છે જે કિડનીની બીમારીમાં મુશ્કેલીઓ વધારે છે. કિડનીની બીમારીમાં ડોક્ટર પોટેશિયમનું સેવન કરવાની ના પાડે છે. કીવીમાં વિટામિન સી અને એસિડ વધારે હોય છે જે કિડનીના દર્દીઓની મુશ્કેલીઓ વધારે છે.
5/6

કીવીમાં ફાઈબરની માત્રા પણ વધારે હોય છે, જેનું સેવન કરવાથી ડાયરિયા, પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ રહે છે.
6/6

તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
Published at : 20 Nov 2023 05:21 PM (IST)
આગળ જુઓ
Advertisement