શોધખોળ કરો
Health Tips: રસોડામાં રહેલો આ મસાલો કેન્સર પણ રોકી શકે છે, જાણો અન્ય ફાયદાઓ
Health Tips: એલચી દેખાવમાં ખૂબ જ નાની હોય છે અને તેની અંદર ઘણા દાણા હોય છે. લોકો ઘણીવાર તેને રસોડાનો મસાલો માને છે પરંતુ એલચીમાં કુદરતી ગુણોનો ભંડાર હોય છે. એલચી ઘણી બીમારીઓથી બચાવે છે.
ફાઈલ તસવીર
1/7

એલચીનો સ્વાદ થોડો ફુદીના જેવો છે. એલચીનું પાણી અને એલચીના તેલનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાંથી ફ્રી રેડિકલને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ જ કારણે કેન્સરને રોકવામાં પણ એલચી મહત્વની ભૂમિકા ભજવે છે.
2/7

વિટામિન્સ, રિબોફ્લેવિન, નિયાસિન, વિટામિન સી, મિનરલ્સ, આયર્ન, મેંગેનીઝ, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો એલચીમાં જોવા મળે છે. એલચી પુરુષ શક્તિ વધારવાનું પણ કામ કરે છે. આ સાથે એલચીમાં એન્ટીઓક્સીડેન્ટ અને મૂત્રવર્ધક ગુણ પણ જોવા મળે છે. એટલે કે તે પેશાબ સાફ કરવામાં પણ મદદરૂપ છે.
Published at : 22 Nov 2023 05:35 PM (IST)
આગળ જુઓ





















