આપણી ખરાબ આહાર શૈલીના કારણે પાચન ક્રિયા પર નકારાત્મક અસર પડે છે. જે અનેક પ્રકારની પેટ સંબંધિત સમસ્યાઓને નોતરે છે. અનિયમિત ભોજન લેવાથી પેટમાં ગરબડ અને ગેસ સંબંધિત સમસ્યા સર્જાઇ છે.
2/6
ગેસની સમસ્યાના કારણે પેટ ફુલી જાય છે,. તેના માટે અજમા ઉત્તમ છે. અજમાની બીજમાં થાયમોલ નામનું એક કમ્પાઉન્ડ હોય છે. જે ગેસ્ટ્રીક જ્યુસને સ્રાવિત કરવામાં અને પાચન દુરસ્ત કરવામાં મદદ કરે છે. હુંફાળામાં પાણીમાં અજમાનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.
3/6
પેટ ફુલવાની સમસ્યામાં સફરજનના સિરકા પણ ઉત્તમ દવા છે. એક ગ્લાસ પાણીમાં સફરજન સાઇડર વિનેગર મિક્સ કરીને પીવાથી પેટ ફુલી જવું, કબજિયાત સહિતની સમસ્યામાં રાહત મળે છે.
4/6
પેટ ફુલવાની સમસ્યામાં લીબું પાણી પણ ઉત્તમ છે. જે હાઇક્લોરિક એસિડના નિર્માણને ટ્રિગર કરે છે. જેનાથી ભોજનનું પાચન સરળતાથી થાય છે. રોજ સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં અડધુ લીંબુ નીચોવીને પીવાથી ગેસ ફુલી જવાની સમસ્યા પણ દૂર થાય છે.
5/6
આ જ રીતે મેથીનું પાણી પણ ગેસ, પેટ ફુલવાની સમસ્યામાં કારગર છે. રાત્રે પાણીમાં મેથીના દાણા પલાળી તો આ પાણીને સવારે ખાવી પેટે પી જવું, જો કે મેથી ગરમ હોવાથી એસિડિટીથી પીડિત લોકોએ આ પ્રયોગ ન કરવો
6/6
જીરા પાણી પેટ ફુલવાની સમસ્યામાં કારગર છે. જે પાચન તંત્રને દુરસ્ત કરે છે અને ગેસની સમસ્યાને દૂર કરે છે. એક ગ્લાસ પાણીમાં બે ચમચી જીરૂં નાખીને તેને ઉકાળી લો, હુંફાળુ થયા બાદ ખાલી પેટે પી જાવ, આ પ્રયોગ નિયમિત કરવાથી ગેસ ફુલવાની સમસ્યામાં ફાયદો થશે