શોધખોળ કરો
Winter Health Care: ગળામાં ખરાશની સમસ્યાને દૂર કરવા માટે આ ઉપાય છે કારગર, અજમાવી જુઓ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

શિયાળાના આગમનની સાથે જ અનેક લોકો ખાંસી અને શરદીનો શિકાર બની જાય છે. તેમજ આ ઋતુમાં કેટલાક લોકોને ગળામાં ખરાશની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં ગળામાં ખરાશ, શરદી અને ખાંસી આપણા રોજિંદા કામને ખૂબ અસર કરે છે, જે આપણા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે
2/6

ખાવાના સોડા સાથે ગાર્ગલ કરો-ગળાના દુખાવાને દૂર કરવા માટે મીઠાના પાણીનો ગાર્ગલ એ સૌથી અસરકારક અને લોકપ્રિય ઉપાય છે, પરંતુ તમે ખાવાનો સોડા અને મીઠાના પાણીથી ગાર્ગલ કરીને પણ રાહત મેળવી શકો છો. ખાવાનો સોડા અને મીઠું પાણી ગળાના દુખાવાને શાંત કરવામાં મદદ કરી શકે છે. આ ઉપાય બેક્ટેરિયા ઘટાડી શકે છે અને ફૂગના વિકાસને અટકાવી શકે છે.
Published at : 17 Jan 2024 03:39 PM (IST)
આગળ જુઓ





















