શોધખોળ કરો
Virus Alert: દેશના આ રાજ્યમાં સતત વધી રહ્યાં છે નિપાહ વાયરસના કેસ, આ લક્ષણો અનુભવાય તો થઇ જાવ સાવધાન
કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કેસ સામે આવ્યા બાદથી ભયનું વાતાવરણ છે. નિપાહ વાયરસને જોતા કોઝિકોડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ આગામી રવિવાર એટલે કે 24 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
1/6

કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કેસ સામે આવ્યા બાદથી ભયનું વાતાવરણ છે. નિપાહ વાયરસને જોતા કોઝિકોડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ આગામી રવિવાર એટલે કે 24 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે.
2/6

નિપાહ વાયરસ એક આનુવંશિક વાયરસ છે, જે પ્રાણીઓમાંથી માણસોમાં પ્રવેશ કરે છે અને પછી મનુષ્યોમાં ફેલાય છે.
3/6

નિપાહ ઈન્ફેક્શનને કારણે શ્વાસ સંબંધી સમસ્યાઓથી લઈને મગજમાં સોજો આવી શકે છે. તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ઉલ્ટીનો સમાવેશ થાય છે. વધુ ગંભીર લક્ષણોમાં મૂંઝારો ગભરાણ અને કોમાનો સમાવેશ થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, નિપાહ સંક્રમણના કેસમાં મૃત્યુદર 40 ટકાથી 75 ટકાની વચ્ચે છે.
4/6

આ વાયરસ સંક્રમિત લોકોના સંપર્ક દ્વારા ફેલાઈ શકે છે. નિપાહથી પીડિત લોકોના મૃતદેહો દ્વારા પણ ચેપ ફેલાઈ શકે છે. ચેપ બંધ, ભીડવાળા વાતાવરણમાં ઉધરસ અને છીંક દ્વારા પણ ફેલાય છે. તે ખુલ્લા, હવાદાર સ્થળોએ ફેલાતું નથી.
5/6

નિપાહ વાયરસથી બચવા માટે સાબુથી હેન્ડવોશ કરવા,આંખ કે મોંને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો, વૃક્ષો અથવા અન્ય સ્થળો જ્યાં ચામાચીડિયા રહે છે તેના સંપર્કમાં આવવાનું ટાળો. હેલ્ધી ફૂડ લો. પર્યાપ્ત માત્રામાં પાણી પીવો
6/6

WHO અનુસાર, નિપાહ માટે હાલમાં કોઈ દવા કે રસી ઉપલબ્ધ નથી. લોકોમાં નિપાહના ચેપને ઘટાડવા અથવા અટકાવવાનો એકમાત્ર રસ્તો જાગૃતિ ફેલાવવાનો છે. સાવચેતી માટે ઉપયોગમાં લેતા પહેલાં ફળો અને શાકભાજીને સારી રીતે ધૂવો. હાથને વારંવાર વોશ કરો, લોકોને માસ્ક પહેરવાની પણ સલાહ આપવામાં આવી છે.
Published at : 16 Sep 2023 10:31 AM (IST)
આગળ જુઓ
Advertisement





















