શોધખોળ કરો
Herbal Ukado: શિયાળામાં શરદી ઉધરસની સમસ્યામાં રામબાણ ઇલાજ છે આ ઘરેલુ ઉકાળો
ઉકાળો એ શરદી અને ઉધરસથી ઝડપથી રાહત મેળવવાનો સૌથી અસરકારક ઉપાય છે. તે તમારા ચયાપચય તેમજ પાચનમાં સુધારો કરીને સિઝનલ ઇન્ફેકશન સામે લડવામાં મદદ કરે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

ઉકાળો એ શરદી અને ઉધરસથી ઝડપથી રાહત મેળવવાનો સૌથી અસરકારક ઉપાય છે. તે તમારા ચયાપચય તેમજ પાચનમાં સુધારો કરીને સિઝનલ ઇન્ફેકશન સામે લડવામાં મદદ કરે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક અસરકારક ઉકાળો વિશે, જે પાચનક્રિયાને સુધારશે અને તમને આ ઋતુમાં શરદી અને ઉધરસથી રાહત આપવશે
2/6

શરદી અને ઉધરસથી રાહત મેળવવા માટે તમે તજનો ઉકાળો અજમાવી શકો છો. આ ઉકાળો બનાવવો એકદમ સરળ છે અને તે તમને મોસમી રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે. આ ઉકાળો બનાવવા માટે એક પેનમાં એક કે બે કપ પાણી અને તજ પાવડર નાખીને ઉકળવા દો. જો તમે ઈચ્છો તો તેમાં એક ચમચી મધ પણ ઉમેરી શકો છો. આ ઉકાળો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને શરીરની શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.
Published at : 30 Nov 2023 03:10 PM (IST)
આગળ જુઓ





















