શોધખોળ કરો
Gujarat Government Formation: CM ભૂપેન્દ્ર પટેલની સાથે કોણે કોણે લીધા મંત્રી પદના શપથ ?
Gujarat Government Formation ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં 16 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા.
ભૂપેન્દ્ર પટેલ
1/6

પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા.
2/6

આ ઉપરાંત જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, જામ ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરા, સંતરામપુરના કુબેર ડિંડોરે પણ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા.
3/6

સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી તથા અમદાવાદના નિકોલના જગદીશ વિશ્વકર્માએ રાજયકક્ષાના મંત્રી (સ્વતંત્રહવાલો) તરીકે શપથ લીધા.
4/6

ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી, દાહોદના દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ તથા સુરતના ઓલપાડના મુકેશ પટેલે રાજ્યકક્ષા મંત્રી તરીકે શપથ લીધા.
5/6

સુરતના પ્રફુલ પાનસેરિયા, મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર તથા કુંવરજી હળપતિએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા.
6/6

PM મોદીએ ટ્વિટ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર મંત્રીમંડળના તમામ સાથીઓને અભિનંદન આપ્યા.
Published at : 12 Dec 2022 03:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
