શોધખોળ કરો
Biparjoy Cyclone Photo: તસવીરોમાં જુઓ બિપરજોય વાવાઝોડાને કારણે થયેલા નુકશાનીના દ્રશ્યો
Biparjoy Cyclone Photo: બિપરજોય વાવાઝોડાની મોટી આફતને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે નુકશાન થયું છે. મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા છે.

રાજ્યમાં હજારોની સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા
1/8

ઉતર ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. અરવલ્લીમા ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતયા હતા. મોડાસામાં 30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાયો હતો. ઘણા જગ્યાએ બેનર અને વીજ પોલ પણ ધરાશાયી થયા છે.
2/8

રાજ્યમાં ગઈ કાલે આવેલા બિપરજોય વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે યાતાયાતમાં મુશ્કેલી આવી રહી છે.
3/8

બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેક પાણી ભરાયા હતા. જેને લઈને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
4/8

થરાદમાં ભારે વરસાદ થતા 190 વીજપોલ ધરાશાયી થયા છે. આ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
5/8

દ્વારકામાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. અનેક જગ્યાએ ખાણીપીણીના સ્ટોલ ધરાશાયી થયા હતા.
6/8

ઓખામાં પણ વાવાઝોડાને કારણે ભારે નુકશાન જોવા મળ્યું હતું, અનેક ઘરના છાપરા ઉડી ગયા હતા.
7/8

ગીર સોમનાથમાં પણ વાવાઝોડાના કારણે નુકશાની થઈ છે. કોડીનારમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે.
8/8

જામનગરમાંથી પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.
Published at : 16 Jun 2023 04:49 PM (IST)
આગળ જુઓ
Advertisement