અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન દરમિયાન CM અને DyCM સિવિલ હોસ્પિ.માં હાજર રહ્યા હતા. પ્રથમ 10 આરોગ્યકર્મીઓને વેક્સિન અપાઈ છે.
2/6
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં AMAના પૂર્વ પ્રમુખ અને IMA મહિલા વિંગના પ્રમુખ ડોક્ટર મોના દેસાઈએ પણ કોરોનાની વેક્સિન લીધી.. મોના દેસાઈએ વેક્સિન લીધા બાદ લોકોને પણ વેક્સિન લેવાની અપીલ કરી હતી.
3/6
વેક્સિનનો 10 લાખ ડોઝ કેન્દ્ર સરકારે આપ્યો છે. વેક્સિન સલામત છે, ગેરમાર્ગે દોરાવવું નહીં. બધા કોરોના વોરિયર્સને વેક્સિન આપીશું.
4/6
ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો સંકોચ, ભ્રમ રાખ્યા વગર વેક્સિન લગાવે, વેક્સિન સુરક્ષિત છે.
5/6
સીએમે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોરોનાકાળમાં ખૂબ સેવા કરી. હેલ્થ કર્મચારી, ડોક્ટરોએ શહીદી વહોરી છે. ગુજરાતમાં 161 જગ્યાએ રસીકરણનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે.
6/6
અમદાવાદ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી કોરોનાને હરાવવા રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર મોના દેસાઈ, IIPHના ડાયરેક્ટર દિલીપ માંઉલનકર તથા નર્સ ટ્વિન્કલ દેસાઈ, NHL કોલેજના ડીન ડૉ. પ્રતિક પટેલે SVP હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી. સંસ્કૃત શ્લોકના સૂત્રોચ્ચાર સાથે વેક્સિન આપવામાં આવી હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વેક્સિન લેનારને બેચ લગાવી સન્માનિત કર્યા હતા.