શોધખોળ કરો
Dussehra 2022: અમદાવાદમાં એક દિવસ અગાઉ જ નીકળી ફાફડા-જલેબીની ડિમાન્ડ, લોકોએ લગાવી લાઇન, જુઓ તસવીરો
Dussehra 2022: અત્યારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફાફડા જલેબી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદમાં ફાફડા જલેબી ખરીદવા લોકો ઉમટી પડ્યાં
1/9

બુધવારે દશેરાના તહેવારની ઉજવણી થવાની છે, ત્યારે અત્યારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફાફડા જલેબી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે
2/9

દશેરાના તહેવારની ઉજવણી ફાફડા જલેબી વિના અધૂરી માનવામાં આવે છે.
3/9

અમદાવાદમાં તેવામાં એક દિવસ અગાઉ જ માર્કેટમાં ફાફડા જલેબીની ડિમાન્ડ જોવા મળી રહી છે
4/9

ચાલુ વર્ષે કાચા માલ માટેના ભાવ વધારાના કારણે રૂપિયા 400 થી 1000 રૂપિયા પ્રતિ કિલો ફાફડાનો ભાવ જ્યારે જલેબી નો ભાવ રૂપિયા 4500 થી લઈ 1,000 સુધી જોવા મળી રહ્યો છે.
5/9

ફાફડા જલેબી તૈયાર કરતા કારીગરો હું કહેવું છે કે દશેરા દરમિયાન કામનું ભારણ વધી જતું હોય છે.
6/9

કારીગરોના કહેવા મુજબ ન માત્ર દશેરાના દિવસે પરંતુ તેના અગાઉના બે દિવસથી જ લોકોમાં ફાફડા જલેબીની પૂછપરછ શરૂ થઈ જતી હોય છે અને એડવાન્સના ઓર્ડર માટે તેઓ ફાફડા જલેબી તૈયાર કરતા હોય છે.
7/9

અમદાવાદના ઘણા વિસ્તારોમાં મંગળવારે સવારથી જ લોકોએ ફાફડા-જલેબી ખરીદવા લાઇનો લગાવી હતી.
8/9

દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે.
9/9

જોકે આ વખતે ખાદ્યચીજોમાં થયેલા ભાવ વધારાની અસરના કારણે ફાફડા-જલેબીના ભાવમાં પણ મોટો વધારો થયો છે.
Published at : 04 Oct 2022 10:19 AM (IST)
આગળ જુઓ
Advertisement