શોધખોળ કરો
ભાવનગરમાં જળબંબાકાર: મહુવા પાસે શાળાના 40 બાળકો કોઝવેમાં ફસાયા, હેલિકોપ્ટરથી રેસ્ક્યુની તૈયારી! જુઓ PHOTOS
તલગાજરડા સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓ ભારે વરસાદના પાણીમાં ઘેરાયા; હેલિકોપ્ટર રેસ્ક્યુની તૈયારી.
40 children trapped in Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે વરસાદના પગલે મહુવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા છલકાઈ ગયા છે, જેના કારણે અનેક કોઝવે (નાના પુલ) પર પાણી ફરી વળ્યા છે.
1/7

આ સ્થિતિ વચ્ચે તલગાજરડા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં સર્વોદય સ્કૂલના લગભગ 40 જેટલા બાળકો નદીના કોઝવેમાં ફસાઈ ગયા છે.
2/7

પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે તલગાજરડા સર્વોદય સ્કૂલના બાળકો શાળા છૂટ્યા બાદ પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા.
Published at : 16 Jun 2025 04:05 PM (IST)
આગળ જુઓ





















