અટલ પેન્શન યોજના હેઠળ સરકાર 60 વર્ષ પછી દર મહિને 1000 થી 5000 રૂપિયા પેન્શનની ગેરન્ટી આપે છે. વ્યક્તિને વાર્ષિક 60,000 રૂપિયાનું પેન્શન ચોક્કસપણે મળશે. ચાલો જાણીએ કે અટલ પેન્શન યોજના માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને તેના શું ફાયદા છે. આ પેન્શન સ્કીમમાં રોકાણ કરેલી રકમના બદલામાં સરકાર 60 વર્ષ પછી પેન્શન આપશે. આ યોજના હેઠળ નિવૃત્તિ પછી ખાતામાં દર મહિને 1 હજાર રૂપિયાથી 5 હજાર રૂપિયા સુધીનું માસિક પેન્શન મળશે.
2/5
વર્તમાન નિયમો અનુસાર, જો 18 વર્ષની ઉંમરે માસિક પેન્શન માટે સ્કીમમાં વધુમાં વધુ 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને 210 રૂપિયા ચૂકવવા પડશે. જો આ જ પૈસા દર ત્રણ મહિને આપવામાં આવે તો 626 રૂપિયા આપવા પડશે અને 1,239 રૂપિયા છ મહિનામાં આપવા પડશે. 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે જો તમે 18 વર્ષની ઉંમરે રોકાણ કરો છો તો તમારે માસિક 42 રૂપિયા ચૂકવવા પડશે.
3/5
જો તમે 5 હજાર પેન્શન માટે 35 વર્ષની ઉંમરે જોડાવ છો, તો તમારે 25 વર્ષ સુધી દર 6 મહિને 5,323 રૂપિયા જમા કરાવવા પડશે. આ કિસ્સામાં તમારું કુલ રોકાણ 2.66 લાખ રૂપિયા હશે. તે રકમ પર તમને 5000 રૂપિયા માસિક પેન્શન મળશે. બીજી તરફ, જો તમે 18 વર્ષની ઉંમરે જોડાવ છો, તો તમારું કુલ રોકાણ માત્ર 1.04 લાખ રૂપિયા હશે. એટલે કે, જો તમારી ઉંમર વધુ છે, તો તમારે સમાન પેન્શન માટે લગભગ 1.60 લાખ રૂપિયા વધુ રોકાણ કરવું પડશે.
4/5
તમે 3 પ્રકારની યોજનાઓ પસંદ કરી શકો છો, માસિક રોકાણ, ત્રિમાસિક રોકાણ અથવા અર્ધવાર્ષિક રોકાણ. તેને આવકવેરાની કલમ 80 CCD હેઠળ કર મુક્તિનો લાભ મળે છે. એક વ્યક્તિના નામ પર માત્ર 1 પેન્શન ખાતું ખોલવામાં આવશે.
5/5
જો સભ્ય 60 વર્ષ પહેલા કે પછી મૃત્યુ પામે છે તો પેન્શનની રકમ તેની પત્નીને આપવામાં આવશે. જો સભ્ય અને પત્ની બંને મૃત્યુ પામે છે, તો સરકાર તેમના નોમિનીને પેન્શન આપશે.