શોધખોળ કરો
Fixed Deposit: FD માંથી થતી આવક પર પણ ટેક્સ કાપવામાં આવે છે, આ રીતે સમજો કરવેરા નિયમોને
Taxation Rule on FD: જો તમે ટેક્સ સેવર ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરો છો. તેમ છતાં તમારે ટેક્સ સેવર એફડી પર ટેક્સ ચૂકવવો પડશે. તો તમે આ રીતે સમજો કે ટેક્સનો નિયમ શું છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

FD ની આવક કરપાત્ર છે. તે તમારી કુલ આવકમાં ઉમેરવામાં આવે છે, પરંતુ TDS બાદ કર્યા પછી. તેથી, રોકાણ કરતા પહેલા, મૂંઝવણમાં પડવાને બદલે કરવેરાનો કાયદો સમજો.
2/6

જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા દર નાણાકીય વર્ષમાં રૂ. 40,000 કે તેથી વધુ કમાણી કરતા હોવ તો બેન્કો TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) કાપે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં આ મર્યાદા 50,000 રૂપિયા છે. જો નાણાકીય આવક આનાથી ઓછી હોય, તો TDS કાપવામાં આવતો નથી.
Published at : 21 Oct 2022 06:40 AM (IST)
આગળ જુઓ




















