શોધખોળ કરો
નોકરી કરનારાઓને થશે મોટો ફાયદો, 30 દિવસથી વધુ રજાના મળશે પૈસા, જાણો નવો શ્રમ કાયદો
New Labour Laws: નવા શ્રમ કાયદાના અમલીકરણ પછી, જો કર્મચારીઓ પાસે 30 દિવસથી વધુ રજા બાકી હોય તો તેમને કંપની દ્વારા વધારા રૂપિયા મળશે.
પ્રતિકાત્મક તસવીર
1/5

New Labour Laws: દેશમાં કર્મચારીઓના કામ અને જીવન વચ્ચે વધુ સારું સંતુલન બનાવવા માટે શ્રમ કાયદામાં મોટા ફેરફારો કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાર નવા શ્રમ કાયદામાં ફેરફાર બાદ, જો કર્મચારીઓ 30 દિવસથી રજા જમા હશે તો તેમને વધારાના પૈસા મળશે. જો નવા શ્રમ કાયદાનો અમલ થશે, તો જો 30 દિવસથી વધુ રજા બાકી હશે તો કંપની કર્મચારીને વધારાના પૈસા ચૂકવશે. ધ્યાનમાં રાખો કે આ નિયમ હજુ અમલમાં આવ્યો નથી.
2/5

ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન્સ કોડ (ઓએસએચ કોડ), 2020 મુજબ, કર્મચારી પાસે એક કેલેન્ડર વર્ષમાં 30 દિવસથી વધુ પેઇડ લીવ બાકી ન હોવી જોઈએ. જો કર્મચારી પાસે 30 દિવસથી વધુ પેઇડ લીવ હોય, તો કંપનીએ 30 દિવસથી વધુ સમય માટે વધારાની ચૂકવણી કરવી પડશે.
Published at : 07 Sep 2023 06:47 AM (IST)
આગળ જુઓ





















